રાજકોટ
News of Thursday, 8th March 2018

સ્ટેન્ડીગમાં રૂ. ૪૬.૩૫ કરોડના વિકાસ કામોને લીલી ઝંડી

વોર્ડ નં. ૮-૧ર-૧૩ નાં અર્ધા વિસ્તારોમાં ૪૦.૨૮ કરોડના ખર્ચે ૧પ થી પ૦૦ મી.મી. વોટર મીટર સપ્લાય, ફીટીંગ, મેઇન્ટેનન્શનો કોન્ટ્રાકટ આપવા, વોર્ડ નં. ૭ અને ૧૪ માં ૩૧.૭૦ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન નંખાવા, ગંદકી, કચરો-એંઠવાડ માટે ૩ લાખનાં ખર્ચે ખાસ નિયમો બનાવવા તથા ૮ વિસ્તારોમાં ૧.૨૫ કરોડનાં ખર્ચે પેવિંગ બ્લોક નાંખવા સહીતની ર૮ દરખાસ્તોનો નિર્ણય

રાજકોટ તા.૮  : મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડીગ કમિટિ બેઠકમાં રૂ.૪૬.૩૫ કરોડના ખર્ચે શહેરનાં વિવિધ વિકાસ કામો સહિત ૨૮ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે ૧૨ કલાકે સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલનાં અધ્યક્ષ સ્થાને મળેલ સ્ટેન્ડિગમાં વિવિધ ૨૮ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવ્યોછે. જેમાં વોર્ડ નં. ૭ અને ૧૪માં ૩૧.૭૦ કરોડના ખર્ચે ડી. આઇ. પાઇપ લાઇન નાંખવા, મ્યુ. કોર્પોરેશન દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટુલ્સ હેઠળ ગંદકી, કચરો,  એંઠવાડ વગેરેનાં નિકાલ માટે પબ્લીક હેલ્થ બાયલોઝ બનાવવા માટેનું કામ ઓલ ઇન્ડીયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટને આપવા આ કામ માટે ૩ લાખ ત્થા જી. એસ. ટી. સહિતનો કોન્ટ્રાકટ મંજૂર કરાયો છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧ નાં ભારતીનગર, વોર્ડ નં. ૧૦ માં સત્ય સાંઇ રોડ પર વરસાદી પાણી નિકાલ માટે, વોર્ડ નં. ૧૧ નાં હેનરી એપાર્ટમેન્ટમાં પેવીંગ બ્લોક, પાળ રોડ ઉપર પાણીની પાઇપ લાઇન નાખવા ત્થા અવધથી અંબિકા ટાઉનશીપ સુધી પેવીંગ બ્લોક નાખવા  વોર્ડ નં. ૧ર માં નંદનવન રેસીડન્સીમાં પેવીંગ બ્લોક નાખવા, વોર્ડ નં. ૮ માં કરણપાર્ક થી રઘુનાથ પાર્ક સુધી પાઇપ, ગટર નાખવા અને વોર્ડ નં. ૧૩ માં મવડી રોડથી અલ્કા સોસાયટી સુધી રોડનાં પડખામાં ૧.૨૮ કરોડનાં ખર્ચે પેવીંગ બ્લોક નાખવામાં આવશે.   મેરેથોન-હેકાથોન સહિતનાં વિવિધ કાર્યક્રમનાં રૂ. ૫૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જયારે હેમાદ્રી એપાર્ટમેન્ટ થી અંબિકા ટાઉનશીપ સુધી રૂ. ૧.૧૯ કરોડનાં ખર્ચે કલવર્ટ અને એપ્રોચ રોડ બનાવામાં આવશે

(3:11 pm IST)