રાજકોટ
News of Thursday, 8th March 2018

કાલે રાજકોટ જીલ્લાના પ્રભારી સચિવ હારીન શુકલા રાજકોટમાં: પાણી-આરોગ્ય સહિત ૧૬ મુદ્દા અંગે સમીક્ષા

કલેકટર-ડે. કલેકટરો-મામલતદારો સહિત ૭૦ થી વધુ અધીકારીઓને હાજર રહેવા આદેશો...

રાજકોટ તા. ૭: રાજકોટ શહેર-જીલ્લાના મહત્વના ૧૬ પ્રશ્નો અંગે આવતીકાલે કલેકટર કચેરી ખાતે, મહત્વની બેઠક જીલ્લાના પ્રભારી સચિવ શ્રી હારીત શુકલાની ઉપસ્થિતિમાં મળી રહે છે.

કાલે પ્રભારી સચિવશ્રી હારીન શુકલા રાજકોટ આવી રહ્યા છે, તે સંદર્ભે કલેકટર કચેરી ખાતે કલેકટર ઉપરાંત ડે. કલેકટરો-મામલતદારો તથા કોર્પોરેશન-પાણી-સિંચાઇ સહિતના કુલ ૭૦ જેટલા અધીકારીઓને હાજર રહેવા આદેશો કર્યા છે.

હાલની મીટીંગમાં અછત-પાણી-ઘાસચારો મુદા પણ ઉપરાંત આરોગ્ય તથા પુરવઠાની આધારકાર્ડ સીડીંગ યોજના અંગે પણ સમીક્ષા કરાશે.

(9:15 am IST)