સ્વ. વીણાબેન ગણાત્રા સ્વર્ગસ્થ નહિ હૃદયસ્થ : રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા ભાવાંજલી
રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ થઇને ભાખ્યા રે...
રાજકોટ : સભ્યતા જેની સૌરભ હતી, આનંદ જેનું જીવન હતું, સત્કર્મ જેની શોભા હતી અને પરોપકાર જેનું કર્તવ્ય હતું તેવા શ્રીમતી વીણાબેન અજિતભાઇ ગણાત્રા શ્રીજીચરણ પામતા આજે રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા અકિલાના આંગણે આવી સ્વ.ને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ તેમજ અકિલાના પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા સહિતના પરિવારજનોને સાંત્વના આપી હતી. અખબારી જગત સાથે સંકળાયેલા શહેરના ટોચના વિજ્ઞાપન એજન્સીના સંચાલકોએ અકિલાના પરિવારના દુઃખમાં ભાગ લીધેલ. એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા શોક સંદેશમાં જણાવાયેલ કે, ગણાત્રા પરિવાર અને અકિલા પરિવાર આવેલ આ દુઃખમાં અમે સાથે છીએ. વર્ષોથી અમારા સર્વેના જીવનમાં તકલીફો આવી છે ત્યારે અજિતકાકા અને કિરીટકાકા સહિત સમગ્ર અકિલા પરિવાર અમારી સાથે રહ્યો છે. વીણાબેનની ચિરવિદાયથી પરિવારજનો માટે સર્જાયેલ મનોસ્થિતિને અમે સમજી શકીએ છીએ. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ
એડેકસ મિડીયા લીંકસ - જયેશભાઇ સોના
એડ પોઇન્ટ - રોહિતભાઇ કાનાબાર
એપેક્ષ એડવર્ટાઇઝીંગ - તુષારભાઇ ઝવેરી
એડ મિડીયા - દિપકભાઇ હીરાણી
એડમિરેકલ એડ - હરીશભાઇ પુરોહિત
ભવ્ય કોમ્યુનિકેશન - રજનીભાઇ પટેલ
ચારૂ પબ્લીસીટી - મૌલિકભાઇ પારેખ
દ્રષ્ટિ એડવર્ટા - ગીરીશભાઇ ત્રિવેદી
એક્સપ્રેસ એડવર્ટા - સુમિતભાઇ ભૂપતાણી
હાઇ ડિઝાઇન - હિમાંશુભાઇ જોષી
જલારામ પબ્લીસીટી - જનકભાઇ ગોવાણી
મનીષ એડસ - નિલેષભાઇ ત્રિવેદી
માઇક્રો મીડિયા - ધીરેનભાઇ વાઘેલા
નયન પબ્લીસીટી - મહેશભાઇ લખતરીયા
પાન કોમ્યુનિકેશન - પ્રશાંતભાઇ ચંચલ
પ્લસ કોમ્યુનિકેશન - જયેન્દ્રભાઇ પડીઆ
પિન્ટુ પબ્લીસીટી - હરેશભાઇ કટારીયા
રિઝલ્ટ એડ - મેહુલભાઇ દામાણી
સદ્ગુરૂ એડ - ભૂપેન્દ્રભાઇ નંદાણી
સર્જન એડ - કમલભાઇ પારેખ
શશી પબ્લીસીટી - પ્રકાશભાઇ ગાંગડીયા
સિમ્પલ એડ - ભરતભાઇ જોષી
- રાજુભાઇ જુંજા
સુનીલ પબ્લીસીટી - સુનિલભાઇ મહેતા
વિકાસ પબ્લીસીટી - મહેન્દ્રભાઇ મહેતા
વાઇકીંગ એડ - સંદીપભાઇ ગોહીલ
વિઝન ગ્રાફીકસ - દિલીપભાઇ હીરપરા