રાજકોટ
News of Thursday, 9th February 2023

નાગાજણ-સત્તાધાર આશ્રમના પૂ. શાંતુરામબાપુએ વિણાબેનને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

રાજકોટ : 'અકિલા' ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વીણાબેન ગણાત્રાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. ત્યારે નવી નાગાજણના સત્તાધાર આશ્રમનાં પૂ. શાંતુરામબાપુએ 'અકિલા' કાર્યાલય ખાતે વીણાબેન ગણાત્રાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. 'અકિલા' ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા અને 'અકિલા' નાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા પરિવારને સાંત્વના પાઠવી હતી. તકે નવી નાગાજણનાં પ્રગતિશીલ ખેડૂત નિતેશભાઇ પટેલ તથા રમણીકભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:43 am IST)