રાજકોટ
News of Thursday, 9th January 2020

સંત કબીર રોડ પર બંગાળી યુવાને ફાંસો ખાધો, પત્નિને બચાવી લીધો

રાજકોટ તા. ૯: સંત કબીર રોડ પર ત્રિવેણી ગેઇટ પાસે રહેતાં મુળ બંગાળના મિરાજ કાસીમખાન શેખ (ઉ.વ.૩૬) નામના યુવાને રાતે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે પત્નિ જોઇ જતાં તુરત જ નીચે ઉતારી લીધો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મિરાજને સંતાનમાં એક પુત્રી છે. તે તાંબાનું કામ કરી ગુજરાન ચલાવે છે. કેટલાક દિવસથી પોતે કોઇ કારણોસર ટેન્શનમાં રહેતો હોઇ જેથી આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(1:26 pm IST)