રાજકોટ
News of Sunday, 8th December 2019

મવડી વિસ્તારની ૧૭ વર્ષની સગીરાને ચીરાગ મારડીયા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટઃ શહેરના મવડી ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા મવડી ચોકડી પાસે શકિતનગર-પ મા રહેતો ચીરાગ મહેશભાઇ મારડીયા સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ચિરાગ વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ જે.વી. ધોળાએ તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)