News of Saturday, 8th December 2018
રાજકોટમાં વાહનચોરીના ગુન્હામાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપીને આજીડેમ પોલીસે ઝડપ્યો
રાજકોટ ;વાહન ચોરીના ગુન્હામાં ભક્તિનગર પોલીસ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે બે ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી નવીન ઉર્ફે કાનો નાગજીભાઈ ઉકેડીયા (ઉ,વ,38) ( રહે જયજવાન જય કિશાન સોસાયટી મોરબી રોડ જકાત નાકા પાસે) ને બાતમીને આધારે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી રોડ જકાતનાકા પાસેથી ઝડપી પાડ્યો છે.
(1:32 am IST)