રાજકોટ
News of Friday, 8th October 2021

રાજકોટમાં બપોરે એકાદ વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં વરસાદની તડાફડી

રાજકોટ શહેરમાં બપોરે એક વાગ્યાની આસપાસ શહેરના ગોંડલ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં એકાએક વરસાદ તૂટી પડયો હતો. થોડીવારમાં તો રસ્તાઓ ઉપર પાણી વહી ગયા હતા. તો અન્ય વિસ્તારોમાં તડકો જોવા મળ્યો હતો. આમ શહેરમાં અમુક જગ્યાએ તડકો તો અમુક સ્થળોએ વરસાદ ખાબકયો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગે રાજકોટમાં ફૂલબહાર તડકો નિકળ્યો છે.

(3:37 pm IST)