રાજકોટ
News of Tuesday, 8th October 2019

OSEM પાઠક સ્કુલના વિદ્યાર્થીઓનો રાસ

રાજકોટ : આજના યુગમાં ભારતીય સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા માટે બાળકોમાં આ સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરવાના ભાવ સાથે ઓસેમ પાઠક સ્કુલ (૧૫૦ ફૂટ રીંગ રોડ) ખાતે કે.જી.ના નાના ભુલકાઓથી લઈ ધો.૧૨ સાયન્સ - કોમર્સના વિદ્યાર્થીઓ માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ રાસોત્સવમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબાની મજા માણી હતી. વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરી મુજબ અનેક ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રાસોત્સવમાં ડો.અરૂણભાઈ સુરાણી, જયરાજસિંહ રહેવર, ચેતનભાઈ જેઠવા, રવિભાઈ, લક્કીરાજસિંહ જાડેજા, જયોતિબેન જાગાણી, મિત્તલબેન દોશી, સુરેશભાઈ મકવાણા, દિલીપભાઈ પાઠક અને વલ્લભભાઈ ચોવટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)