રાજકોટ
News of Tuesday, 8th October 2019

ખોડલધામ વેસ્ટ ઝોન મવડીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા : દરરોજ આગેવાનોની હાજરી

રાજકોટ : ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન મોવડી વિસ્તાર માં પ્રગટેશ્વર મહાદેવ મંદિર ની સામે ,મોવડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, છેલ્લાં ત્રણ વર્ષ થી સ્વચ્છતા સહીત ૧૧ થી વધુ વિશ્વ વિક્રમ સર્જતું આ વેસ્ટ ઝોન નું આયોજન અફ્લાતુંન છે, દરોરોજ માઈ ભકતો માં ખોડીયાર ની આરતી કરી ને નવરાત્રી નો પ્રારંભ કરે છે પારિવારિક માહોલ માં રમી શકાય તેવું આયોજન આ મહોત્સવ ના કમિટી દ્વારા કરવામાં આવ્યું છે, નવે  નવ દિવસ અલગ અલગ સમાજ ના મોભી અને શ્રેષ્ઠીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજન માં મુખ્ય સમિતિ જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરિયા, ધીરજભાઈ મુંગરા , મનસુખભાઈ વેકરીયા, રાજુભાઈ કોયાણી, હરસુખભાઈ સાકરિયા, સંજયભાઈ સાકરિયા, જયેશભાઈ મેઘાણી સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

પારિવારિક વાતાવરણ માં ૧૦ હજારથી વધુ ખેલાયાઓ મન મૂકી ને દરોરોજ ગરબે રમ્યા હતા અંદાજે નવ દિવસ માં એક લાખ થી વધુ લોકો એ વેસ્ટઝોન નવરાત્રી મહોત્સવનો લાભ લીધો હતો, આ ગરબા ના આયોજન માં નિશાંત જોશી,પૂજા ચોહાણ , ઉર્વી પુરોહિત, અનીલ પટેલ, અમિતા પટેલ , અને એન્કર તરીકે ઉત્પલ જીવરાજાની હતા.  આ રાસોત્સવમાં ચાર એલ ઈ ડી સ્ક્રીન ના માધ્યમ થીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, હાર્દિક સોરઠીયાએ ધમાકેદાર ઉદઘોષક તરીકે ની સેવાઓ હતી.

(3:17 pm IST)