રાજકોટ
News of Tuesday, 8th October 2019

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ

રાજકોટ : શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિના ભાઈ- બહેનો માટે નવરાત્રી મહોત્સવમાં નવ દિવસીય અર્વાચીન દાંડીયારાસનું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન આયોજન જ્ઞાતિના પ્રમુખ શ્રી રસીકભાઈ બદ્રકીયા, ચંદ્રેશભાઈ ખંભાયતા, જગુભાઈ ભારાદીયા, હર્ષદભાઈ બકરાણીયા, કિશોરભાઈ બકરાણીયા વગેરેની આગેવાની હેઠળ ૧૫૦ જેટલા કાર્યકર્તાઓ સાથે કરાયુ છે. જેમાં ખેલૈયાઓ મુકત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમા કાલાવડ રોડ, કોટેચા ચોકમાં આવેલા શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલના વિશાળ મેદાનમાં બારસોથી વધુ ખેલૈયા રમી શકે તેવી સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પ્લેબેક પ્રોફેશ્નલ સિંગરો રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે સાથોસાથ નાના-મોટા સૌ માટે રોજ અવનવા ઈનામોની વણઝાર અને છેલ્લા દિવસે મેગા ફાઈનલમાં પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઈક, સ્કુટર તેમજ સોનાના ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે. આ રાસોત્સવમાં ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), અભયભાઈ ભારદ્વાજ (મેમ્બર લો કમિશન ઓફ ઈન્ડિયા), અશ્વિનભાઈ મોલીયા (ડેપ્યુટી મેયર), દલસુખભાઈ જાગાણી (શાસક પક્ષ નેતા), જયમીનભાઈ ઠાકર (ચેરમેન આરોગ્ય સમિતિ), બાબુભાઈ આહિર (ચેરમેન - વોટર વર્કસ સમિતિ), રૂ.પાબેન શીલુ (ચેરમેન, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ), નરેન્દ્રસિંહ ઠાકોર (ચેરમેન શિક્ષણ સમિતિ), નીતીનભાઈ વડગામા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) વગેરેએ હાજરી આપેલ હતી. ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે રાસોત્સવ નિહાળવા માટે ફ્રી પાસ આપવામાં આવી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(1:06 pm IST)