રાજકોટ
News of Saturday, 8th September 2018

હરીવંદના કોલેજ ફીઝીયોથેરાપીની રેલી

રાજકોટઃ હરિવંદના ફીઝીયોથેરાપી કોલેજ, મુંજકા (રાજકોટ) દ્વારા વિશ્વ ફીઝીયોથેરાપી દિવસ નીમીતે રેલીનું આયોજન વિરબાઇ મહિલા કોલેજ પાસે આવેલા અંડર બ્રિજથી શરૂ કરી યુનિવર્સિટી રોડ પર આવેલ આકાશવાણી સ્ટાફ કવાટર સુધી કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ પોસ્ટરો દ્વારા ફીઝીયોથેરાપી ટ્રીટમેન્ટ શરીરમાં જુદા-જુદા હાડકાના રોગ માટે કેવી રીતે ઉપયોગી થઇ શકે તેની લોકોને માહિતી મળે તેની જાણ કરી તથા સુત્રો સાથે રેલી કાઢેલ લોકો તરફથી જુદા-જુદા હાડકાના રોગો અંગેની જાણકારી મળતા લોકોએ ઉત્સાહ પૂર્વક આવકારેલ રેલીમાં હરિવંદના કોલેજના એન.સી.સી.ના કેડટસ જોડાયા હતા રેલીનુ સફળ આયોજનમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. મહેશભાઇ ચૌહાણ, કેમ્પસ, ડાયરેકટર ડો. સર્વેશ્વરભાઇ ચૌહાણ, ફીઝીયોથેરાપી કોલેજના પ્રીન્સીપાલ ડો. હેમાંગ જાની, અને કોર્ડીનેટર ડો.ડી.બી.દવેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.(૬.૧૪)

 

(4:12 pm IST)