News of Monday, 8th August 2022
શહેર પોલીસે ઝરમર વરસાદ વચ્ચે યોજી તિરંગા યાત્રાઃ લોકોએ ભારત માતા કી જય...ના નારા લગાવ્યા
રાજકોટઃ શહેર પોલીસ દ્વારા રવિવારે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા રેસકોર્ષ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ થઇ રૈયા રોડ, હનુમાન મઢળી થઇ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી. આ તિરંગા યાત્રામાં શહેર પોલીસ અધિકારીઓ અને પોલીસની જીપોનો મોટો કાફલો સામેલ થયો હતો. ઝરમર વરસતાં વરસાદ વચ્ચે યાત્રા પસાર થતાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવી પોલીસનો ઉત્સાહ વધાર્યો હતો.
(3:47 pm IST)