રાજકોટ
News of Thursday, 8th August 2019

સર્જન ફાઉન્ડેશન, શાળા સંચાલક મંડળ અને સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ દ્વારા કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાનું સન્માન

રાજકોટઃ ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાનો સન્માન સમારોહ સેન્ટ ગાર્ગી સ્કુલનાં પ્રાંગણમાં યોજાયેલ હતો. આ સન્માન સમારોહમાં સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ, શાળા સંચાલક મંડળ, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ, કુમકુમ ગૃપ, ગ્રાહક સુરક્ષા મંડળ, અમીનુર ગૃપ, નાગરીક બેન્ક, ફ્રીડમ ગૃપ, વૃજ એજયુકેશન ગૃપ, બોલબાલા ટ્રસ્ટ, રાષ્ટ્રીય એકતા મંચ, રાષ્ટ્રીય શાળા, ક્રિશ્ ના ઇન્ટરનેશનલ સ્કુલ, સરગમ કલબ વિગેરે અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી જવાહરભાઇ ચાવડાનું સન્માન કરેલું. સમારોહની શરૂઆતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં ૬૩માં જન્મદિન પ્રસંગે શ્રી જવાહરભાઇ ચાવડાનાં હસ્તે બાળાઓને ત્રેસઠ તુલસીનાં રોપા વિતરણ કરેલ હતાં. આ તકે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં પ્રમુખ સુરેશભાઇ પરમાર, મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કુલનાં ભરતભાઇ હેરભા, શાળા સંચાલક મંડળનાં અજયભાઇ પટેલ, ક્રિશ્ના ઇન્ટરનેશન સ્કૂલનાં મહેન્દ્રભાઇ ગજેરા, ક્રિશ્ના સાયન્સ સ્કુલનાં મહેન્દ્રભાઇ ગજેરા, ક્રિશ્ના સાયન્સ સ્કુલનાં તૃપ્તીબેન ગજેરા, ગ્રાહક સુરક્ષા મંડળના રામજીભાઇ માવાણી અને રમાબેન માવાણી, રાષ્ટ્રીય એકતા મંચના રાષ્ટ્રીય પ્રમુખ-સીમાબેન પટેલ, કુમ-કુમ ગૃપના મનોજભાઇ પટેલ, ફ્રિડમ યુવા ગૃપનાં ભાગ્યેશભાઇ વોરા, સરગમ કલબનાં ગુણવંતભાઇ ભટ્ટ, બોલબાલા ટ્રસ્ટનાં જયેશભાઇ ઉપાધ્યાય, નાગરીક બેંકના કાળુમામા, ગુજરાત પોલીસ હાઉ. બોર્ડના ડીરેકટર ધર્મેન્દ્ર મીરાણી, અમીરપુર ગૃપનાં એજાજ બુખારી, જાહીરદભાઇ દલ, સન્નીભાઇ હેરભા, ગઢડાથી સ્પેશિયલ સન્માન કરવા પધારેલ શ્રી ભગવાનજીભાઇ-હરસુરભાઇ, શાન્તુબેન, મંજુબેન હેરભા તેમજ વિવિધ સંસ્થાનાં હોદેદારો જેવાકે દિપાબેન કાચા, હર્ષીદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, દેવ્યાનીબેન રાવલ, રસીદાબેન સીદી, અનીતાબેન કકકડ, શિતલબેન શાહ, ભાવનાબેન મેહતા, દિવ્યાબેન રાઠોડ, શ્રધ્ધાબેન સીનોજી, પ્રકાશ વોરા, ધવલ કાચા, અશોકભાઇ જાદવ, ભાવેશ સાંગાણી, સંજય વાડોલીયા, ઓમાનના મસ્તકનાં સંજયભાઇ બારડ, કમલેશ રાઠોડ, અરૂણભાઇ નિર્મળ, મેંદરડાના જયસુખ ખેલાણી, નયનાબેન, મયુરીબેન સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતાં. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી ભરતભાઇ હેરભાએ કરેલું હતું. સંચાલન સુરેશભાઇ પરમારે અને આભારદર્શન રમાબેન હેરભાએ કરેલ હતું.

(4:26 pm IST)