રાજકોટ
News of Thursday, 8th August 2019

કુંડલીયા ટીચર્સ કોલેજ દ્વારા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજ દ્વારા સામુદાયિક સેવા દ્વારા અંતર્ગત ફ્રેન્ડશીપ ડે ની અનોખી ઉજવણી માટે મંદબુદ્ધિના બાળકોની સંસ્થા 'ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રિટાર્ડેડ-સ્નેહનિર્જર સંસ્થાની મુલાકાત લીધી. સંસ્થાના વ્યવસ્થાપક વિજયભાઇ ડોલરીયા સંસ્થાની કાર્યપ્રણાલિ તથા બાળકોના દૈનિક વ્યવહાર વિશેની વિગતો વર્ણવી હતી. પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બાળકોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી, સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડો. અજીતાબેન જાની તથા અધ્યાપકો સહિત નોન-ટીચીંગ સ્ટાફ અને સર્વે તાલીમાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કોલેજના ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદીએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

(4:21 pm IST)