રાજકોટ
News of Thursday, 8th August 2019

રીક્ષામાં બેસી મુસાફરોના દાગીના-રોકડ સેરવતા રીક્ષા ગેંગના ત્રણ ઝડપાયા

થોરાળા પોલીસે બે મહિલા અને એક પુરૂષને સકંજામાં લઇ પૂછપરછ આદરી

રાજકોટ તા.૮ : શહેરમાં સમયાંતરે મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં બેસી અન્ય મુસાફરોના દાગીના અને રોકડ સેરવતી રીક્ષા ગેંગના બે મહિલા સહિત ત્રણને થોરાળા પોલીસે સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પેક રોડ પર ચંપકનગર શેરી નં.૧/રમાં રહેતા કંકુબેન મોહનભાઇ રામાણી  (ઉ.૭પ) ગત તા.૧૬/૭ ના રોજ ગુરૂપૂર્ણીમાના રોજ ભાવનગર રોડ પર ધાર્મિક સ્થળે જવા માટે ઓટો રિક્ષાની રાહ જોતા હતા ત્યારે એક રીક્ષા આવી હતી. અને વૃદ્ધાને 'કયાં જવુ છે બેસીજાવ' તેમ રીક્ષા ચાલકે પુછતા પટેલ વૃદ્ધાએ મંદિર જવાનું કહેતા પાંચ રૂપિયા લઇશ બેસીજાવ અગાઉથી જ રિક્ષામાંપાછળ મુસાફરના સ્વાંગમા બે મહિલા બેઠી હતી વૃધ્ધાને 'માજી તમે દુબળા છો વચ્ચે બેસી જાય' કહી પટેલ વૃદ્ધાને વચ્ચે બેસાડયા અને ધકકા મુકકી કે આગળ પાછળ ખસીને વૃદ્ધાની નજર ચુકવી તેણેપહેરેલ રૂ.૭પ૦૦૦ ની સોનાની માળા સેરવી લીધી હતી.બાદ રીક્ષા ચાલકે રીક્ષા બીજા રસ્તે ચલાવતા વૃદ્ધાએ 'આ બાજુકયાં લઇ જાય છે.' કહેતા થોડે દુર થઇ રીક્ષા ઉભી રાખી 'માજી અહી ઉભા રહો હમણા આ પેસેન્જરને ઉતારીને આવું છું' તેમ કહી રીક્ષા ચાલક નાશી ગયોહતો. વૃદ્ધાને પોતાના ગળામાં સોનાની માળા ગાયબ જોતા આ બનાવ સંદર્ભે પોલીસને જાણ કર હતી. બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એફ.ડામોરે  તપાસ હાથ ધરી હતી. દરમ્યાન થોરાળા પોલીસ મથકના પી.આઇ.બી.ટી.વાડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એમ. કોટવાલ તથા એ.એસ.આઇ.બી.જે.જાડેજા સહિતના સ્ટાફે રીક્ષા ગેંગની બે મહિલા અને એક પુરૂષને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(4:13 pm IST)