રાજકોટ
News of Wednesday, 8th August 2018

ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે નવુ ઇવેકયુએશન મિકેનિઝમ વિકસાવ્યું

સનશાઇન કોલેજના ડો. અલ્પના ઉપાધ્યાય અને મૌલીન રાવલની ટીમે કરેલ શોધ બદલ ઠેરઠેરથી પ્રસંશા

રાજકોટ, તા. ૮ : સનશાઇન કોલેજ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)ના ડો. અલ્પના ઉપાધ્યાયને વૈજ્ઞાનિક સિદ્ધિ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ ઇવેકયુએશન પ્લાનીંગ માટે કરીને એક સુઆયોજિત ઇવેકયુએશન મિકેનિઝમ ડેવલપ કરવા બદલ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. આ સંશોધન કુદરતી આપતીમાં જીવન રક્ષણ બની ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં અકલ્પનીય રીતે મદદરૂપ બની શકે છે.

અસરકારક સ્થળાંતર આયોજન, રોડ નેટવર્ક ટ્રાફીક ઓપ્ટીમાયઝેશન, ડીઝાસ્ટર ઝોનમાં શેલ્ટરીંગ તથા અમૂલ્ય માનવ જીવનને જોખમમાં મૂકવામાંથી બચાવી શકાય તે માટે બે સ્વતંત્ર સંશોધકોની ટીમ તરીકે ડો. અલ્પના ઉપાધ્યાય તથા મૌલીન રાવલ (યુનાઇટેડ સ્ટેટસના સંશોધક)એ ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇવેકયુએશન પ્લાનીંગની જટીલ સમસ્યા હલ કરવા માટે આ અસાધારણ વૈજ્ઞાનિક શોધ દ્વારા પ્રયાસ કર્યો છે.

પ્રો. અલ્પના ઉપાધ્યાયે તાજેતરમાં આ વૈજ્ઞાનિક સીસ્ટમ માટે પેટન્ટ નોંધાવી છે, જે સંશોધન  'અ કોમ્પ્રેહેસીવ ડીઝાસ્ટર ઇવેકયુશન એન્ડ સીકયુટીરી મેનેજમેન્ટ સીસ્ટમ ફોર રીઝીયન ઓફ એની સાઇઝ' છે. આ શોધનો હેતુ કોઇપણ કદના ગ્રામીણ કે શહેરના વિસ્તારો કે જે હરીકેન થ્રેટ કે કુદરતી આફત હેઠળ આવે ત્યારે સુઆયોજીત સ્થળાંતરણ કરી શકાય તે માટેનો છે.

આ શોધના મુખ્ય ભાગ તરીકે સંશોધક ટીમે એક અલ્ગોરીધમ ડેવલપ કર્યુ છે. જે વ્યાપક ટ્રાફિક નેટવર્ક અવરોધની સમસ્યા, ઇન્ડીપેડન્ટ કયુ ફોરકાસટીંગ, ટ્રાફિક અગ્રતાક્રમ નક્કી કરવો વગેરે ફંકશન્સ ગણતરીની સેકન્ડસમાં કરી આપે છે. ડો. ઉપાધ્યાય અને મૌલીન રાવલે આ અલ્ગોરીધમનો કોપીરાઇટ અમેરિકામાં રજીસ્ટર્ડ કરાવેલ છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ તેમના આ સંશોધન બદલ પ્રસંશા વ્યકત કરેલ છે.

હવે બંને રીસચર્સ આ સંશોધનને વિવિધ દેશોના કુદરતી આપતિનાં ભય હેઠળ રહેલા શહેરોમાં પ્રસ્તુત કરવા માગે છે. અને આ રીતે સમાજને કંઇક અર્પણ કરવાની તક લેવા માંગે છે.

સનશાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટશુન્સના માનનીય ચેરમેન મિનેશ માથર, કેમ્પસ ડાયરેકટર ડો.વિકાસ અરોરાએ ડો.અલ્પના ઉપાધ્યાયને શૂભેચ્છા પઠવી છે.

(4:06 pm IST)