રાજકોટ
News of Wednesday, 8th August 2018

રાજકોટ પ્રિન્ટ મીડીયાના પ્રેસ ફોટોગ્રાફરોએ દિલ્હીની મુલાકાત લીધી

સંસદભવન, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ સહિતના સ્થળો નિહાળ્યાઃ મોહનભાઇ કુંડારીયા સતત સાથે રહયા

રાજકોટઃ રાજકોટના તમામ પ્રિન્ટ મીડીયાના ફોટોગ્રાફરો તાજેતરમાં દિલ્હીની મુલાકાતે ગયા હતા. આ તમામ ફોટોગ્રાફરોએ દિલ્હીમાં સંસદભવન, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, અક્ષર મંદીર, કુતુબ મિનાર સહિતના સ્થળોની મુલાકાત દરમિયાન સંસદ ચાલુ હતી ત્યારે આ તમામ ફોટોગ્રાફરોએ ત્યાંની કામગીરી પણ નિહાળી હતી. આ તમામ સ્થળોની મુલાકાત દરમિયાન રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા ફોટોગ્રાફરોની સતત સાથે રહયા હતા તેમજ તેઓના પી.એ. શ્રીનિવાસને પણ સેવા આપી હતી. ઉપરોકત તસ્વીરમાં રાજકોટ પ્રિન્ટ મીડીયાના પ્રેસ ફોટોગ્રાફરો સર્વેશ્રી અશોક બગથરીયા (અકિલા), સંદીપ બગથરીયા (અકિલા), દેવેન અમરેલીયા (સૌરાષ્ટ્ર ક્રાંતિ), ભાવિન રાજગોર ( સાંજ સમાચાર), દિવ્યરાજસિંહ સરવૈયા (ગુજરાત મિરર), પ્રકાશ રાવરાણી (દિવ્ય ભાસ્કર), ચિરાગ ચોટલીયા (ગુજરાત સમાચાર), દર્શન ભટી (આજકાલ), રવિ ગોંડલીયા (ગુજરાત મિરર), અરવિંદ વાઘેલા (સાંજ સમાચાર), નિશુ કાચા (ફુલછાબ), બિપીન ટંકારીયા (નવ ગુજરાત સમય), શૈલેષ વાડોલીયા (અબતક), પ્રવિણ સેદાની (જયહિન્દ), રામ દેવમુરારી (આઝાદ સંદેશ) અને દિલીપ ગોહેલ (સૌરાષ્ટ્ર આસપાસ)  સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૧૦)

(3:41 pm IST)