રાજકોટ
News of Wednesday, 8th August 2018

ગોંડલ રોડ એપાર્ટમેન્ટમાં રાજેશ રાજાણીના ફલેટમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જુગાર રમતા ૭ ઝડપાયા

ફલેટ માલિક રાજેશ, હિતેષ રાજા, હરેશ રાજાણી, મહેશ રાજદેવ, કેતન રાજદેવ, ચિરાગ રાજાણી અને સુરેશ ખાસરાણીની ધરપકડ

રાજકોટ તા. ૮ : ગોંડલ રોડ પર પી. ડી. એમ. કોલેજ પાછળ પ્ર.વાટીકા એપાર્ટમેન્ટમાં ફલેટમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.બી. જાડેજા, તથા હેડ કોન્સ. હરદેવસિંહ, સમીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગોંડલ રોડ પી.ડી.એમ.કોલેજ પાછળ આવેલ પ્ર.વાટીકા એપાર્ટમેન્ટમાં બ્લોક નં. એ/૧૦૧ નંબરના ફલેટમાં દરોડો પાડી ફલેટ માલીક રાજેશ કેશવલાલ રાજાણી (ઉ.૬૦), કૃષ્ણનગર-૪નો હીતેશ હરેશભાઇ રાજા (ઉ.૩૧), હરેશ લીલાધરભાઇ રાજાણી (ઉ.પ૯), કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ સેલેનીયમ હેરીટેજમાં રહેતા મહેશ રતીભાઇ રાજદેવ (ઉ.પ૪) અને કેતન મહેશ રાજદેવ (ઉ.૩પ) પ્રભુ વાટીકાનો ચિરાગ રાજેશભાઇ રાજાી (ઉ.૩૬) અને માલવીયા કોલેજ પાછળ મેઇન રોડ પર રહેતો સુરેશ ચુનીલાલ ખાસરાણી (ઉ.૬૦) ને જુગાર રમતા પકડી લઇ રૂ.ર૪,૩૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી  ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.(૬.૧૭)

(3:39 pm IST)