રાજકોટ
News of Wednesday, 8th August 2018

૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર બુલડોઝર ધણધણ્યુઃ ૩૪ સ્થળોએથી દબાણ હટાવાયા

પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ગેરકાયદે દબાણ, બાંધકામ દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશનઃ કેબીન,રેંકડી, ટેબલ, ખુરશી સહિતનો સામાન જપ્ત કરતી દબાણ હટાવ શાખા

(તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭ :...  શહેરનાં ૧૫૦ફુટ રીંગ રોડ વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીગ પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે ૩૪ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરાવવા જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી હતી.

આ અંગે કોર્પોરેશન કમિશ્ન૨ બંછાનિધિ ૫ાની સુચના અનુસા૨ તથા ટાઉન પ્લાનીંગ ઓફિસ૨એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ના જાહે૨ માર્ગો ૫૨ વાહન ૫ાર્કિંગની સમસ્યાને અંતર્ગત  કમિશ્ન૨ દ્વા૨ા ૨જુ ક૨ાયેલ એકશન પ્લાન અંતર્ગત ૨ાજકોટ મહાનગ૨૫ાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વા૨ા આજે શહે૨ના વેસ્ટ ઝોન વિસ્તા૨ના વન ડે વન રોડ અંતર્ગત ૧પ૦ રીંગ રોડ પરના પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણ-ગેરકાયદેસર દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં બાલાજી આઇસ ડીસ એન્ડ ગોલા, પુરૂષાર્થ સ્કુલ, જનઔષધી મેડીકલ, ઓમ કલાસીસ, પાઠક સ્કુલ, કરશનબાપા ટી સ્ટોલ, દ્વારકાધીશ ટી સ્ટોલ, નંદકિશોર શોપ, કેરેલા ટાયર, જય દ્વારકાધીશ મોબાઇલ, ડીલકસ કોલ્ડ્રીંકસ, અમૃત ડેરી, સમર્પણ હોસ્પીટલ, જય ગણેશ કોમ્પલેક્ષ, રાજ બેંક, બિઝનેસ પિનેકલ, આકાંક્ષા ટ્રેડસ, જાસલ બિલ્ડીંગ, ભૈરવનાથ મારબલ,  દોસ્તી પાન,  ડીલકસ પાન, ગેલેકસી સોડા, મોમાઇ હોટલ, વેસ્ટ ગેટ,  આત્મન, મીત્સયુબીસી ઇલેકટ્રીક, રાધે હોટલ, ડીલકસ પાન, રાધે હોટલ, માધવ રેસ્ટોરન્ટ, અમુલ આઇસ્ક્રીમ, રાધે ફરસાણ, પાર્થ એસ્ટેટ

તથા ઓમ દુકાન સહિત ૩૪ સ્થળોએથી લોખંડના એંગલ, શાઇન બોર્ડ, ઓટલા સહિતના દબાણો દૂર કરી પાર્કીંગ માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી. અઢીયા, એ.જે. પરસાણા તથા આર.એન. મકવાણા તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર બી.બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી ચુડાસમા તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફીક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

૧પ૦ ફુટ રીંગ રોડ પર  દબાણ હટાવ ઝૂંબેશ

રાજકોટ મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં આજે રોજ ૧પ૦ ફુટ રીંગ રોડ પર સામાન જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા આસામીઓ પાસેથી રૂ. ૧૮,પ૦૦ જેવો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવેલ હતો. દરમિયાન ૧પ૦ ફુટ રીંગ રોડ પરથી બે કેબીન, બે કાઉન્ટર એક, લોખંડનું ટેબલ એક, ઢોસા, કાઉન્ટર, ખુરશી નંગ છ અને લોખંડ કબાટ એક કબજે લીધેલ છે. આ કામગીરી એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી. બી. જાડેજા અને ટીમ અને ડીવાયએસપી (આર. બી. ઝાલા અને તેમની વિજીલન્સ ટીમ તથા ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

(3:37 pm IST)