રાજકોટ
News of Tuesday, 8th June 2021

વોર્ડ નં.૭માં ઠેર ઠેર ખોદેલા રસ્તામાં દરરોજ વાહનો ફસાય છેઃ પેચવર્ક કરવા કોંગ્રેસની માંગ

રાજકોટઃ વોર્ડ નં.૭માં ઠેક ઠેકાણે પાણીની લાઇન ખોદવાના નામે એક મહીનાથી ખાડા ખોદવામાં આવી રહયા છે. ખત્રીવાડ, રામનાથપરા, સોનીબજાર સહિતના વિસ્તારમાં રોડ વચ્ચે ખાડા ખોદી ડામર પેચ વર્ક કર્યા વિના કે રીપેરીંગ વિના રામ ભરોસે છોડી દીધેલ છે અત્રે શહેરની મહાપ્રભુજીની હવેલી, કબીર આશ્રમ સહિતના ધાર્મિક સ્થળો આવેલા હોફ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ડી.આર પાઇપલાઇનનું કામ અત્યંત ધીમુ હોવાથી લોકો હેરાન પરેશાન છે. રાહદારીઓ અને વિસ્તારના લોકોને તકલીફ વેઠવી પડી અંતે વિસ્તારના લોકોએ કંટાળી કોંગ્રેસનાં પ્રવિણભાઇ રાઠોડ રણજીત મુંધવાને બોલાવતા તાત્કાલિક અધિકારીઓને સુચના આપી જો ૪૮ કલાકમાં નહી થાય તો લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરવા ચિમકી ઉચ્ચારાઇ હતી. તસ્વીરમાં ખોદેલા રસ્તામાં પેચવર્ક અને સ્થળ મુલાકાતે ગયેલા પ્રવિણ રાઠોડ, રણજીત મુંધવા વગેરે નજરે પડે છે. બાજુની તસ્વીરમાં વાહનચાલકો આ ખાડાઓમાં ફસાય જાય છે તે દર્શાય છે.

(3:07 pm IST)