રાજકોટ
News of Saturday, 8th June 2019

મોચી બજાર કોર્ટના ચોથા માળેથી આરોપી મહેબૂબ કાથરોટીયા ફરાર

ભકિતનગરના પીએસઆઇએ બપોર બાદ કોર્ટમાં રજૂ કર્યો ત્યારે નજર ચુકવી છનનન થઇ જતાં કન્ટ્રોલ રૂમને જાણ કરાઇઃ ઝડપી લેવા દોડધામ

રાજકોટ તા. ૮: શહેરના મોચી બજારમાં  આવેલી સિવિલ કોર્ટના ચોથા માળેથી આજે બપોરે એક આરોપી છનનન થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસ શાળા નં. ૭૭ પાસે રહેતાં મહેબૂબ સલિમભાઇ કાથરોટીયાની ભકિતનગર પોલીસ મથકમાં થોડા દિવસ પહેલા ગોૈમાંસ પકડાયું એ ગુનામાં નામ ખુલતાં ગઇકાલે ધરપકડ થઇ હતી. આ ગુનામાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. અહિ સિવિલ કોર્ટના ચોથા માળે રજૂ કરવાનો હતો. અહિ તે પોલીસ સ્ટાફની નજર ચુકવી ભાગી ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં શહેરભરમાં નાકાબંધી કરવા સુચના અપાઇ હતી.

(4:11 pm IST)