રાજકોટ
News of Saturday, 8th June 2019

મ્યુઝીક થકી માનવ સેવાની મહેક પ્રસરાવતુ 'ક્રાંતિ બેન્ડ'

રાજકોટ : ચેરીટી શો કરી સમાજીક સેવાકીય પ્રવૃત્તિ કરવાની નેમ સાથે રાજકોટમાં કેટલાક મિત્રોએ સાથે મળી 'ક્રાંતિ બેન્ડ'ની સ્થાપના કરી છે. પુલવામાં હુમલા સમયે શ્રધ્ધાંજલી અથે એક શો કર્યો બાદમાં હિમોફિલિયાના દર્દીઓ માટે એક શો કર્યો. આમ બેન્ડ પાર્ટી દ્વારા જે કઇ આવક થાય તે સમાજ સેવા માટે ફાળવી દેવામાં આવે છે. આ રીતે જામનગર, જુનાગઢ, ઉના સહીતના શહેરો અને રેડીયો સ્ટેશન મળીને ૫૦ થી વધુ શો આ બેન્ડ પાર્ટી કરી ચુકયુ છે. આ પ્રકારના ચેરીટી શો ગોઠવી મદદરૂપ બનવા ઇચ્છુકો મો.૮૭૫૮૧ ૧૩૭૧૩ ઉપર સંપર્ક કરી શકે છે. તસ્વીરમાં બેન્ડ પાર્ટીના રૂચિર જાની, નિમિત લેખાણી, વિશાલ ચૌહાણ, કરણ સંઘવી, કેયુર વાઘેલા, આદિન્ય જાની, અમર પીલોજપરા નજરે પડે છે.

(3:56 pm IST)