રાજકોટ
News of Saturday, 8th June 2019

મોટી ટાંકી ચોકમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૮: મોટી ટાંકી ચોક નજીક રેડક્રોસ બ્લડ બેંક પાસે અજાણ્યા આશરે ૨૫ થી ૩૦ વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજુભાઇએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ તૃષાબેન આર. બુહાએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. મૃતક મધ્યમ બાંધાનો અને ઘઉંવર્ણો છે. દુધીયા લીટીવાળો સફેદ રંગનો શર્ટ અને ક્રિમ કલરનું પેન્ટ પહેર્યુ છે. હાથમાં કેસરી દોરો બાંધ્યો છે. તસ્વીરમાં દેખાતો મૃતક કોઇને જોવા મળે તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:43 am IST)