રાજકોટ
News of Saturday, 8th June 2019

રાજકોટની મેયર ઇલેવન બાહર ફેંકાઇ અને જયારે કમિશ્નર ઇલેવન ફાઇનલમાં

ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ટુર્નામેન્ટમાં : અમદાવાદ મેયર ઇલેવનનો ૩ વિકેટે વિજયઃ કાલે ફાઇનલ

રાજકોટ, તા.૭: મહાનગરપાલિકા દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગઇકાલે રેસકોર્ષ સંકુલસ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેસેમી ફાઈનલમાં ૪:૦૦ કલાકે રાજકોટ કમિશનર ઇલેવન અને અમદાવાદ કમિશનર ઇલેવન વચ્ચે રમાયો હતો.  ગૌસ્વામીના હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતો, અને આ તકે ગુજરાત પ્રદેશ અગ્રણી ગૌતમભાઈ ગૌસ્વામી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી,પૂર્વ કોર્પોરેટરશ્રી ધર્મેન્દ્રભાઈ મીરાણી ઉપસ્થિત રહયા હતાં. તેમજ સાંજે ૭:૦૦ કલાકે રાજકોટ મેયર ઇલેવન અને અમદાવાદ મેયર ઇલેવન વચ્ચે મેચ રમાયો હતો. આ પ્રસંગે રાજકોટ મેયરશ્રી બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ ઉપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપ પ્રમુખ શ્રી કેતન પટેલ, ડે. કમિશનરશ્રી ચેતન નંદાણી, પૂર્વ મેયરશ્રી રક્ષાબેન બોળીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી રૂપાબેન શીલુ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી જીતુભાઈ કોઠારી, શ્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી શ્રી વિક્રમભાઈ પુજારા, મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ કાથરોટીયા, મહિલા મોરચો પ્રમુખ શ્રી નયનાબેન પેઢડીયા, મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, શહેર ભાજપ રાજકોટ ઉપ પ્રમુખ શ્રી કંચનબેન સિધ્ધપુર, કોર્પોરેટર શ્રી પ્રીતીબેન પનારા, નીતિનભાઈ રામાણી, અનીતાબેન ગૌસ્વામી, કિરણબેન સોરઠીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર શ્રી અશ્વિનભાઈ પાંભર, બાબુભાઈ ઉધરેજા, અનિલભાઈ લીમ્બડ, ધર્મેન્દ્રભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ અનુસુચિત પ્રમુખ શ્રી ડી.બી. ખીમસુરીયા, જિલ્લા ભાજપ અગ્રણી શ્રી બાબુભાઈ નશીત, બીનાબેન મીરાણી, કાશ્મીરાબેન નથવાણી, બિલ્ડર એસોસી. મંત્રીશ્રી સુજીતભાઈ ઉદાણી ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ કમિશ્નર ઇલેવન ફાઇનલમાં

રાજકોટ કમિશનર ઇલેવન અને અમદાવાદ કમિશનર ઇલેવન વચ્ચે રમાયેલ સેમી ફાઈનલ મેચમાં અમદાવાદ કમિશનર ઇલેવન ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ કમિશનર ઇલેવન ટીમે ૨૦ ઓવરમાં ૦૬ વિકેટે ૧૪૬ રન કર્યા હતા, તેની સામે અમદાવાદ કમિશનર ઇલેવન ૨૦ ઓવરમાં ૦૯ વિકેટે ૧૩૯ રન શકયા હતા. પરિણામે રાજકોટ કમિશનર ઇલેવન ૦૬ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. અને રાજકોટ કમિશનર ઇલેવન ટીમમાંથી જય ચૌહાણ મેન ઓફ ધ મેચ બન્યા હતા, જેમણે ૪ ઓવરમાં ૩ વિકેટ લઇ માત્ર ૨૬ રન આપ્યા હતા.

રાજકોટ મેયર ઇલેવન ટુર્નામેન્ટમાંથી બહાર

રાજકોટ મેયર ઇલેવન અને અમદાવાદ મેયર ઇલેવન વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં રાજકોટ મેયર ઇલેવનનાં કેપ્ટન કશ્યપ શુકલએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. રાજકોટ મેયર ઇલેવને ઇલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ૧૯.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૯૭ રન કર્યા હતા,ઙ્ગતેની સામે અમદાવાદ મેયર ઇલેવને ૧૮.૧ ઓવરમાં ૦૭ વિકેટે ૯૮ રન કરી ૩ વિકેટેથી શાનદાર વિજય મેળવ્યો હતો. અને અમદાવાદ મેયર ઇલેવન ટીમમાંથી ગિરિવર શેખાવત મેન ઓફ ધ મેચ બન્યા હતા.

અમદાવાદ મેયર ઇલેવન ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને શનિવારે સાંજે ૭:૦૦ કલાકે ફાઈનલ રમશે.

આ મેચ નિહાળવા શહેરીજનોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતવીરોનો જુસ્સો વધારવા શહેરીજનો બહોળી સંખ્યામાં મેચ નિહાળવા આવ્યા હતા.

(4:25 pm IST)