રાજકોટ
News of Friday, 8th June 2018

ભાવનગર રોડ પર ચેનચાળા કરતાં સરપદડ-મોરબીના શખ્સો પકડાયા

થોરાળા પોલીસે શૈલેષ અને હસમુખની ધરપકડ કરી

રાજકોટ તા. ૮: ભાવનગર રોડ ચુનારાવાડ મેઇન રોડ પર સાંજે બે શખ્સો રસ્તા પર ઉભા રહી મહિલાઓ સામે ચેનચાળા કરતાં બે શખ્સને થોરાળા પોલીસે પકડી લીધા હતાં. પોલીસે પડધરીના સરપદડથી રાજકોટ ભાવનગર રોડ પર આંટો મારવા આવેલા શૈલેષ લાલાભાઇ ડાભી (દેવીપૂજક) (ઉ.૩૩) અને મોરબી જુના લાતી પ્લોટમાં રહેતાં હસમુખ અમરશીભાઇ મકવાણા (વણકર) (ઉ.૧૯)ને ભાવનગર રોડ પર મહિલાઓ સામે ચેનચાળા કરતાં પકડી લઇ જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ કાર્યવાહી કરી હતી. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં   પીએસઆઇ કોટવાલ, એએસઆઇ ડી. કે. ડાંગર, નરસંગભાઇ, રોહિતભાઇ, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, વિજયભાઇ મેતા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)