રાજકોટ
News of Friday, 8th June 2018

ઓશોનો અમૂલ્ય 'સાહિત્ય રસ' ચાખવાનો અવસર

વૈદવાડીમાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે 'યૈશ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો શુન્ય કે પાર' મેગેઝીન ઉપલબ્ધ : સાધકો, સંન્યાસીઓની જીવનયાત્રાને સૂવર્ણમય બનાવવા સ્વામિ સત્યપ્રકાશજી દ્વારા અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ, તા. ૮ :. સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરુ ઓશો ના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર એક લ્હાવારૂપ છે. જેમા વિવિધ મેગેઝીનો ને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવન ને સુર્વણમયી બનાવી દીધું છેે. ત્યારે ફરી ઓશો ના સાહિત્યરૂપી દરિયામાં ''જ્ઞાનની ડુબકી'' લગાવવાનો અવસર આવી ગયો છે. ઓશો પ્રવચનો સાંભળી-સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે 'યૈશ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો શુન્ય કે પાર' નામના મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી લોકો સુધી પહોંચાડવાની            જ્ઞાનગંગારૂપ યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઇ રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશિત થતુ હિન્દી માસીક મેગેઝીન 'યૈસ ઓશો' ડાવાંડોલ ઓૈર ખંડિત મન, યહ કરૂ યા વો કરૂ કે બીચ સતત ડોલતા મન, જો ન કોઇ નિર્ણય લે પાતા હૈ, ઓૈર ન કિસી નિર્ણય પર ટિક પાતા હૈ... કૈસે યહ મન અખંડ હો, સ્થિર હો? બાયૈ જાઉં યા દાયે? કયાં ખંડિત હૈ મન? જીવન હમારે નિઃસંયમ નિયમો કા જોડ હૈ, જાને કયા હૈ મન કો રોકને કી કિમીયા, ચિંત અકેય હોતા હૈ વિશ્રામ મે, સ્વર્ગ ઔર નર્ક કા દ્વાર, રોજમરા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતિત ઉત્તર, ધ્યાન, વિજ્ઞાન, મિટ્ટી કે દિયે, ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, સીવ કે મોતી, સોચે જરા, સ્વાસ્થ્ય, ચોટ પહુંચેગી, પર કરના તો હોગા આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝુઠ સબ તથા વિશેષ સંપાદકિય લેખ 'ગુડ મોર્નિગ'

દિલ્હી થી પ્રકાશિત થતું હિન્દી માસીક મેગેઝીન 'ઓશો વર્લ્ડ' જીવન કા મહામંત્ર, ગુરૂ ચેતના કી એક દશા હૈ, સૃજન કે દો કદમ, જિજ્ઞાસા ઔર ખોજ, અહંકાર એક ઝુઠ હૈ, રાજય, સમાજવાદ ઓૈર વ્યકિત કી સ્વતંત્રતા, મન કી નહિ હ્યદય કી સુનો, ઝુકો-અકારણ ઝુકો, સન્યાસ કી વિજય-યાત્રા, ધ્યાન કા મહુઆ, ધર્મ કા સૂર્ય, પ્રેમ સ્વાસ્થ્ય હૈ, આંતરિક સંવાદ, તૃત્રિય નેત્ર સે દેખના, મનુષ્ય કયા ખોજ રહા હૈ?, જિજ્ઞાસા ઓૈર ખોજ, જીવન-દ્રષ્ટિ, સંદેશ-પત્ર, ધારાવાહિક, રહસ્યદર્શી સદગુરૂ, મેરા પ્રિય ભારત, વિજ્ઞાન-ભૈરવ તંત્ર, સ્વાસ્થ્ય, બોધ-કથા, જીવન શૈલી, સમાચાર સમીક્ષા, સામયિકી, મૃત્યોમાં અમૃતગમ્ય, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાનશિબીર  તથા વિશેેષ સંપાદકિય લેખ ' ગુડ મોર્નિગ'

નિમચ (મ.પ્ર.) થી પ્રકાશિત ત્રિ માસીક હિન્દી મેગેઝીન 'ઓશો શુન્ય કે પાર' નયે મનુષ્ય કે જન્મ કી દિક્ષા, શિક્ષા કે પાંચ આયામ, નૃત્યઃ એક ધ્યાન, શિક્ષા મે ક્રાંતિ, યે એકસો બારહ વિધિયા, ઉધાર જ્ઞાન સે પરે, સુખ કોઇ દે નહી શકતા, સમાધિ કા સૂત્રઃ વિશ્રામ, ઓશો કા દર્શન વિદ્યાલયો મેં, નો માઇન્ડ મેડીટેશન, બદહાલી-શિક્ષા જગત કી, પરમાત્મા ઘટતા નહી, પરમાત્મા હૈ, મનુષ્ય કી એક માત્ર સમસ્યા, એક વૈશ્વિક સરકાર, ધ્યાન મહત્વકાંક્ષા કા હિસ્સા નહી, મુલભુત માનવીય અધિકાર, જીવન કી વ્યસ્તતાઓ મેં ધ્યાન, બિન બાદલ બરસાત, બુધ્ધિ સે હ્યદય કી ઓૈર, કયા પઢ રહે હૈ બચ્ચે?, યોગ મન કી સમાધિ હૈ, દુનિયા એક અજાયબઘર તથા વિશેષ સંપાદકિય લેખ 'શિક્ષા કી સાર્થકતા'

અત્રે નોંધનીય છે કે, અમદાવાદથી પ્રકાશિત થતા ભારતના પ્રથમ ઓશોના ગુજરાત માસીક મેગેઝીન 'ઓશો ટચ' ના સંપાદકની તબીયત નાદુરસ્ત હોવાને કારણે જુન મહિનાનો અંક પ્રકાશિત થશે નહિ, જેના બદલે જુલાઇમાં જુન તથા જુલાઇનો સંયુકત અંક પ્રકાશિત થશે.

 ઓશો મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા તથા ઘરબેઠા કુરીયરથી મેગેઝીનો મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ ખાતે રૂબરૂ મળવું અથવા સ્વામી સત્ય પ્રકાશ( ૯૪૨૭૨ ૫૪૨૭૬), રાજનભાઇ સંઘાણી (૯૨૨૭૫ ૭૬૮૯૧)  કે જયેષભાઇ કોટક ( ૯૪૨૬૯ ૯૬૮૪૩) નો સંપર્ક સાધવાથી  પણ  માહિતી  મળી   શકશે.  (૨-૨૩)

(4:05 pm IST)