રાજકોટ
News of Friday, 8th June 2018

શહેરમાં મહારાણી પદમાવતીજીની પ્રતિમા મુકવા રજૂઆત

કોંગી કોર્પોરેટર ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૮: હિન્દુસ્તાનના મહાન વિરાંગના આર્યનારી વીર ક્ષત્રિયાણી મહારાણી પદમાવતીજીની પ્રતિમા શહેરમાં મુકવા કોંગી કોર્પોરેટર ઉર્વશીબા જાડેજા દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે ઉર્વશીબા એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હિંદુસ્તાનના મહાન વિરાંગના આર્યનારી વિર ક્ષત્રિયાણી મહારાણી પદમાવતીજીનો જન્મ સિંહલદ્રિપ (શ્રી લંકા) ના રાજા હમિરસિંહ ચોૈહાણના ઘેર થયો હતો. તેમના વિવાહ રાજસ્થાનમાં ચિતોૈડગઢના રાણા ભીમસિંહજી સાથે થયા હતા.

વધુમાં ઉર્વશીબા એ જણાવ્યું છે કે, આ તમામ બનાવ વિ.સ. ૧૩૩૨ની આસપાસનો મનાય છે. તેને અમુક લોકો કાલ્પનિક પાત્ર સમજે છે. પરંતુ પુરાતત્વીય શોૈધોને કારણે તે સાબિત થયું છે કે તે વાસ્તવિક બનાવ છે. આ વિરાંગના રાજપૂતાણી પદ્માવતીજી કે જેને હિન્દુત્વ તથા પતિવ્રતાના પાલન માટે જોૈહર કર્યુ તેના નામે જોૈહર મેળો પણ ભરાય છે.

શહેરના વોર્ડ નં. ૧૨માં પૂનીતનગર વિસ્તારમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ''વિરાંગના મહારાણી પદ્માવતિજી''ની પ્રતિમા (સ્ટેચ્યુ) મુકવાની અંતમાં જણાવાયું છે. (૧.૨૪)

(4:05 pm IST)