રાજકોટ
News of Friday, 8th June 2018

પુનિતનગર વિસ્તારના વોંકળામાંથી ઇંટોના ભઠ્ઠા, ઝૂંપડા, માટી રબીશના દબાણો હટાવવા

વન વીક વન વોંકળા અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૮ :.. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના વેસ્ટ ઝોન વિસ્તાર પ્રગટેશ્વર પાસે, વન વીક વન વોંકળા અંતર્ગત વોર્ડ નં. ૧ર માં સોલીડ વેસ્ટ શાખા દ્વારા સુચવેલ હયાત વોટર વે (વોંકળા)માં નડતર રૂપ કાચા-પાકા દબાણ દૂર કવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની ટી. પી. શાખા દ્વારા વોટર-વે માં બાધારૂપ દબાણ દૂર કરાવવામાં આવેલ જેમાં વોર્ડ નં. ૧ર, પુનીતનગર વાળો ૮૦ ડી. પી. રોડથી જે. કે. સાગર વાટીકાથી થઇ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સુધીના વોંકળામાં આવેલ ઇંટોના ભઠ્ઠા, ઝૂંપડા તથા અવરોધરૂપ માટી રબીશનું દબાણ દૂર કરાવેલ છે.

આ કામગીરી મ્યુનિ. કમિટી બંછાનીધી પાનીની સુચના અને ટાઉન પ્લાનીંગ અધિકારી  એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, અજય પરસાણા, રાજેશ મકવાણા, તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી. પી. સ્ટાફ, દ્વારા કરવમાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

વિશેષમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવારણ ઇજનેર એન. આર. પરમારની સુચના મુજબ આસી. પર્યાવરણ ઇજનેર વી. આર. ચાવડા તથા એસ. એસ. આઇ. જે. આર. નિમાવત તથા શ્રી દિગ્વીજયસિંહ તુવર હાજર રહી બે જે. સી. બી. તથા એક ડમ્પરના ફેરાથી ભરતીનો નિકાલ કરવામાં આવેલ. (પ-ર૩)

(3:50 pm IST)