રાજકોટ
News of Friday, 8th June 2018

રાજકોટમાં આવતા ૩ દિ'માં વાદળો ઘેરાશેઃ હળવા વરસાદની આગાહી

હવે અઠવાડિયું તાપમાન ૪૦ ડિગ્રીથી વધશે નહિ

રાજકોટ તા.૮: હવામાન શાસ્ત્રોએ  આવતા ૩ દિવસમાં રાજકોટમાં વાદળો બંધાવાની અને હળવો વરસાદ થવાની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તા. ૧૪ સુધી દરરોજ તાપમાન ૪૦ ડિગ્રીની અંદર રહેશે. તા. ૯ થી ૧૧ જુન આકાશમાં વાદળો બંધાશે. વાદળો હળવી રીતે વરસવાની સંભાવના છે. જો હવામાન  વિભાગની આગાહી સાચી પડે તો સોમવાર સુધીમાં રાજકોટમાં મોસમનો પહેલો વરસાદ થઇ જશે. તાપમાનમાં ઘટાડાના પગલે ગરમીમાં રાહત મળવાની આશા છે.

(3:49 pm IST)