રાજકોટ
News of Friday, 8th June 2018

જીલ્લા પંચાયતના ડીડીઓના પીએ ભાલોડીયા તથા મુકેશ જાનીને વિદાયમાન

 રાજકોટ : જિલ્લા પંચાયતમાં કર્મચારી સંઘ દ્વારા બે કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અંગત મદદનીશશ્રી કાંતિભાઇ ભાલોડીયા તથા વહીવટી શાખાના કર્મચારી મુકેશભાઇ જાનીનો નિવૃતિ વિદાય સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવસીયાના અધ્યક્ષપદે યોજાયો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવાણા તરફથી શ્રી જાનીભાઇને શ્રીફળ અને પડો અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી જી.પં. દરેક સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા શાખાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ કર્મચારી ભાઇઓ તથા બહેનો હાજર રહેલ હતાં અને ભાલોડીયાભાઇને જાનીભાઇને શુભકામના પાઠવેલ હતી.

(3:48 pm IST)