રાજકોટ
News of Friday, 8th June 2018

દેવાયત બોદરની પ્રતિમા અનાવરણ વિધિ કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાતે પદાધિકારીઓ - આહિર સમાજના આગેવાનો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સમાજના વીર સપૂત દેવાયતબાપુની પ્રતિમા મુકવાનું મંજુર કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.૧૦ના રોજ મવડી ચોકડી પાસે આહીર સમાજના વીર સપૂત શ્રી દેવાયત બોદરની પ્રતિમા અનાવરણ વિધિ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ સ્થળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ સમિતિના જયમીનભાઇ ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, ડી.વાય.એસ.પી ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, કોર્પોરેટરશ્રીઓ, આહીર અગ્રણીઓ રાજુભાઈ બોરીચા, હરિભાઈ ડાંગર, જે.ડી ડાંગર, કોર્પોરેટરશ્રી વિજયભાઈ વાંક, કાથડભાઈ ડાંગર, નિલેશભાઈ જલુ, શૈલેષભાઈ ડાંગર, રમેશભાઈ બાલાસરા, સુરેશભાઈ રાઠોડ, ભરતભાઈ બોરીચા, વિપુલભાઈ માખેલા, મગનભાઈ માલા, મહેશભાઈ માખેલા, દિલીપભાઈ બોરીચા, નીર્મલભાઈ મેતા, મનસુખભાઈ બાળા, જેઠુંરભાઈ ગુજરીયા, વિક્રમભાઈ બોરીચા, ચાવડાભાઈ, વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમ અંતર્ગત લાઈટ,માઈક, તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવેલ.

(3:44 pm IST)