આનંદનગર કોલોનીમાં પેવીંગબ્લોકનું ખાતામુહુર્ત
વોર્ડ નં.૧૭માં આવેલ આનંદનગર કોલોની મેઇનરોડ નીલકંઠ સીનેમા સામેનો રોડ પર નવા કોમ્યુનીટી હોલથી નીલંકઠ સીનેમા કોઠારીયા રોડ સુધી વોર્ડ નં.૧૭ના ભાગમાં આવતો રોડની સાઇડમાં વિસ્તારના લોકો અને વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી પેવિંગ બ્લોક નાખવાનું કામ વોર્ડના જાગૃત કોપોરેટર શ્રીમતી અનીતાબેન ગૌતમભાઇ ગોસ્વામીની ચાલુ વર્ષની ગ્રાન્ટ માંથી શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ તકે વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી, વોર્ડ પ્રમુખ રાજુભાઇ ફળદુ, વોર્ડ માહામંત્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રદેશ આગેવાન ગૌતમભાઇ ગોસ્વામી, ચિંતનભાઇ ભાલાળા, યોગેશભાઇ ભટ્ટ, મહાવીરસિંહ જાડેજા, જયવીરસિંહ પરમાર, વિજયભાઇ, ગોપલાણીભાઇ, ભૈયસાભાઇ પરમાર, અમીતભાઇ કમાણી, નેવીલભાઇ વઘાસીયા, અજય ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા