રાજકોટ
News of Friday, 8th June 2018

પુરૂષોતમ માસના પંચરાત્ર વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય

શ્રી પુરૂષોતમ માસની વદ-અગિયારસથી અમાસ સુધીના છેલ્લા પાંચ દિવસોનું વ્રત તે પંચરાત્ર અથવા પંચરાત્રી વ્રત તરીકે ઓળખાય છે.

શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, જે માણસ શ્રી પુરૂષોતમ માસના છેલ્લા પાંચ દિવસાં પ્રાતઃકાળે સ્નાન કરી પાંચે દિવસોમાં નિરાહાર ઉપવાસ કરે છે તે પોતાના પિતા, માતા તથા પત્નિ સહિત વૈકુંઠમાં જાય છે. જે મનુષ્યએ પાંચે દિવસોમાં ફકત એક વખત ભોજન કરે તે સર્વ પાપોથી  રહિત થઇ સ્વર્ગલોકમાં પૂજાય છે. જે મનુષ્યએ છેલ્લા પાંચ દિવસમાં સ્નાન કરી (રોજ ફકત એક જ) બ્રાહ્મણને જમાડે છે તેણે દેવો, અસુરો તથા મનુષ્યો સહિત જગતને વિધીપૂર્વક જમાડયું ગણાય છે. જે મનુષ્ય છેલ્લા પાંચ દિવસ રોજ એક પાણી ભરેલો ઘડો બ્રાહ્મણને જે દાન આપે તો તેણે સ્થાવર, જંગમ સહિત આખા બ્રહ્માંડનું દાન કર્યુ ગણાય છે. જે માણસએ પાંચ દિવસ સ્નાન કરી રોજ તલનું પાત્ર દાન આપે તો તે આ લોકમાં વિશાળ ભોગો ભોગવી મરણ પછી સૂર્યલોકમાં પુજાય છે.  સંદર્ભઃ (નારદપુરાણમાંથી)

નિશીથભાઇ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

(3:43 pm IST)