રાજકોટ
News of Friday, 8th June 2018

ભડનું છોડયુ ! ૧૦૦માંથી ૨ માર્કસ લાવ્યુ

મ્યુનિ.કોર્પોરેશનની જુનીયર કલાર્કની પરિક્ષાનું પરિણામ જાહેર : હવે ટાઇપીંગની પરીક્ષા : પ૯ જગ્યા માટે ૩૫૪ને બોલાવાશેઃ સૌથી વધુ ૯૦ માર્કસ

રાજકોટ,તા.૮: તાજેતરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ૫૯ જગ્યા ભરવા લેખિત પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષાનું પરિણામ ગઇકાલે સાંજે જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં સૌથી વધુ ૯૦ માર્કસ તથા સૌથી ઓછા ૨ માર્કસ આવ્યા છે. હવે ટાઇપીંગની પરિક્ષમાં મેરીટ પ્રમાણે કુલ જગ્યાના ૬ ગણા  ઉમેદવારોને બોલાવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ૫૯ જગ્યા ભરવા થોડા સમય પહેલા લેખિત પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં ૩૧,૪૫૯ ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. ગઇકાલે આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં જનરલ - ૩૨, ઓબીસી-૨૨, એસ.ટી-૫ સહિતની કેટેગરીની કુલ ૫૯ જગ્યા છે. કટ ઓફ માકર્સ હવે જાહેર કરવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. (૨૮.૨)

 

(3:37 pm IST)