રાજકોટ
News of Friday, 8th June 2018

મહિલા મિલન કલબ દ્વારા સમાજ સેવક ચંદુભાઇ રાયચુરાનું બહુમાન

રાજકોટઃ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપનીમાં ડેવલોપમેન્ટ ઓફીસર તરીકે યશસ્વી સેવાઓ આપવા સાથે શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓમાં તન-મન-ધનથી મદદ કરવા માટે સદા તત્પર રહેતા ચંદુભાઇ રાયચુરા નિવૃત થતા તેમનો નિવૃતી સમારોહ  તાજેતરમાં શ્રીજી ગૌશાળા ખાતે બાવાશ્રી તથા શહેરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહિલા મિલન કલબમાં માર્ગદર્શક તરીકે સંસ્થાના ઉત્કર્ષમાં સતત કાર્યરત રહેનારા ચંદુભાઇનું બહુમાન મહિલા મિલન કલબના પ્રમુખ શ્રીમતી રીટાબેન કોટક, જયોતીબેન ગણાત્રા, મહિલા અગ્રણી જયોત્સનાબેન માણેક, જીતુબેન પોપટ તથા શ્રીમતી લતાબેન ચંદુભાઇ રાયચુરા અને ચેતનાબેન અને મેઘાબેન વિ. દ્વારા કરવામાં આવ્યું હતું. (૪.૧૭)

(3:31 pm IST)