રાજકોટ
News of Friday, 8th June 2018

રાજકોટમાં મનોરંજનનો દરીયો ઘુઘવ્યો : ગ્રેટ ગોલ્ડન સરકસની ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ : બાળકો જ નહીં મોટેરાઓને પણ મજા મજા થઇ પડે તેવા કરતબોથી રસતરબોળ ગ્રેટ ગોલ્ડન સર્કસે રાજકોટમાં ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. આફ્રીકન કલાકારો તેમજ મણીપુરની ગર્લ્સ દ્વારા અવનવા હેરતભર્યા પ્રયોગો લોકોને થડકારો ચુકવી દે તે રીતે રજુ થઇ રહ્યા છે. ઉપરાંત બાળકોને મજા કરાવવા જોકરની ફોજ તેમજ હાથીની ક્રિકેટ રમત પણ સામેલ છે. ઝુલાના ખેલ આકર્ષણનું જમાપાસુ બની રહ્યા છે. શાસ્ત્રી મેદાનના બદલે આ વખતે રેસકોર્ષ મેદાન ખાતે શરૂ થયેલ આ ગ્રેટ ગોલ્ડન સર્કસનું દીપપ્રાગટયથી ઉદ્દઘાટન શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે ફુલછાબના મેનેજર નીતુભાઇ ઝીબા, ભાજપ કાર્યાલય મંત્રી હરીશભાઇ જોષી, આર.એમ.સી. ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, શહેર ભાજપ મંત્રી મહેશભાઇ રાઠોડ, સર્કસના માલીક એ. એ. જોન, મેનેજર બસીરભાઇ તેમજ પ્રચાર પ્રસારનું કાર્ય સુપેરે સંભાળતા ચારૂ પબ્લીસીટીવાળા હરીશભાઇ પારેખ અને મૌલિકભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી મેદાન ખાતે ગુરૂવારથી પ્રારંભ થયા બાદ દરરોજ ૩II, ૬II, ૯II એમ ત્રણ શો ચાલી રહ્યા છે. અબાલ, વૃધ્ધો સૌ કોઇને મનોરંજન માણવા પધારવા ગ્રેટ ગોલ્ડન સર્કસ ટીમ દ્વારા આહવાન અપાયુ છે. (૧૬.૬)

(3:31 pm IST)