રાજકોટ
News of Friday, 8th June 2018

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસનાં ધરણાઃ ઓપો-વિવો હોર્ડિગ મુદ્દે વિપક્ષ આક્રમક : પોલીસ અને કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી : વિપક્ષી નેતા સહિતના અગ્રણીઓની અટકાયત

રાજકોટઃ ઓપો અને વિવો સહિતની મોબાઇલ કંપનીઓના ગેરકાયદે હોર્ડિંગ બોર્ડ મુદ્દે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા તેના વિરોધમાં મ્યુનિ. કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે : કોંગ્રેસના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં મ્યુનિસિપલ કચેરી સામે ધરણા યોજતા પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી : કોંગ્રેસ આક્રમક : શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતા કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા સહિતના કોર્પોરેટરો અને આગેવાનોની અટકાયત

(12:46 pm IST)