રાજકોટ
News of Friday, 8th June 2018

બેડી યાર્ડ નજીક ટ્રકની ઠોકરે અજાણ્યા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર બેડી યાર્ડ નજીક રાત્રીના અજાણ્યા વૃધ્ધ ટ્રકની ઠોકરે ચડી જતાં તેમનું મોત નિપજ્યું છે. આશરે ૬૦ થી ૬૫ વર્ષના વૃધ્ધ રાત્રે મોરબી રોડ બેડી યાર્ડ અને મારવાડી કોલેજ વચ્ચેના રોડ પર ચાલીના જતાં હતાં ત્યારે કોઇ ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ મારફત આ વૃધ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. એલ. ખટાણા,  હેડકોન્સ. કે. સી.  સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૪૩૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:39 am IST)