News of Saturday, 8th May 2021
આર્થિક ભીંસથી કંટાળી કરણ નિમાવતે ફીનાઇલ પી લીધું
સરદારનગર શિવમ ફલેટમાં બનાવઃ યુવાન સારવારમાં

રાજકોટ તા. ૮: સરદારનગર પાસે શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ સરદારનગરમાં આવેલ શિવમ ફલેટમાં રહેતા કરણ રમેશભાઇ નિમાવત (ઉ.વ.ર૮) એ રાત્રે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કે. સી. સોઢા અને રાઇટર નીરવભાઇએ તપાસ હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી કામ ધંધો ન મળતા આર્થિક ભીંસના કારણે યુવાને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
(12:00 pm IST)