રાજકોટ
News of Saturday, 8th May 2021

સૌરાષ્ટ્રની પ્રથમ લેન્ડગ્રેબીંગની ફરીયાદ રદ : વાવડીની ખેડવાણ જમીનમાં થયેલ એન્ટી લેન્ડગ્રેબીંગની ફરીયાદ રદ કરતી હાઈકોર્ટ

રાજકોટની પ્રથમ લેન્ડગ્રેબીંગના ગુન્હામાં પુર્વ કોંગી કૌપોરેટરના પતિની ધરપકડ કરાયેલ : કરવામાં આવેલ હતી: કેસમાં એડવોકેટ ભગિરથસિંહ ડોડીયા અને તેમની ટિમ રોકાયેલ હતા

રાજકોટ : સૌરષ્ટ્રમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગની નોંધાયેલ ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે વાવડીની ખેડવાણજમીનમાં થયેલ એન્ટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં પૂર્વ કોંગી કોર્પોરેટરની ધરપકડ પણ કરાઈ હતી

 આ અંગેની વિગત મુજબ રાજકોટમાં રહેતા રેણુબેન યોગેન્દૂભાઈ મહેતાએ તેઓની વાવડીમાં આવેલ રે.સ.નં. ૩૮/૩ ની ખેડવાણ જમીન જેનું ક્ષેત્રફળ એ. ૦-૩૧ ગુંઠા હતું તે જમીન તેઓના માતૃશ્રી મીનાબેન મહાસુખભાઈ પારેખએ વેચાણ દસ્તાવેજ અનુ નં. ૨૫૬૮/૭૦ થી મુળ ખાતેદાર જાડેજા નટુભા નારણ સિંહ વિગેરે પાસેથી ખરીદ કરેલ હતી. સદરહું ખેડવાણ જમીનમાં એ.૦-૨૧ ગુંઠા જમીન સને-૨૦૧૮ માં ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડની ગાણીતીક ભુલના કારણે મુળ ખાતેદારના ખાતામાં ચડેલ ન હતી. જે લેન્ડ રેકર્ડના અધિકારીએ મામલતદારશ્રીને રેકર્ડમાં સુધારો કરવા રજુઆત કરેલ હતી જેથી વધતી નવી એ.૦-૨૧ ગુંઠા જગ્યા મામલતદારશ્રીએ સ્વ. મીનાબેન મહાસુખભાઈ પારેખના રેવન્યુ રેકર્ડએ ઉમેરો કરતી નોંધ કરેલ હતી જે અંગે મુળખાતેદાર મહેન્દૂસિંહ નટવરસિંહ જાડેજા વિગેરેએ રેવન્યુ તકરાર ઉપસ્થિત કરેલ હતી અને વધતી એ.૦-૨૧ ગુંઠા જગ્યા ઉપર કબ્જો કરવાનો પ્રયત્ન કરેલ હતો જે અંગે રેણુબેન યોગેન્દૂભાઈ મહેતાએ રાજકોટની પ્રથમ એન્ટી લેન્ડગ્રેબીંગ હેઠળની ફરીયાદ તા.૩/૧/ર૧ ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જેમાં આરોપી તરીકે મહેન્દ્સિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા વિગેરે  સામે ફરીયાદ નોંધાવેલ હતી.


જેમાં ઉપરોકત ફરીયાદ અનુસંધાને એ.સી.પી.શ્રી ગેડમ સાહેબએ તપાસ હાથ ધરી
કનકસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજાની ધરપકડ કરેલ હતી અને તપાસના અંતે આ
ગુન્હામાં ચાજશીટ કરેલ હતું અને જેમાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, હકુમતસિંહ દીલીપસિંહ જાડેજા તથા રાજગોપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા અને શકિતસિંહ હરદેવસિંહ જાડેજાને ભાગેડુ આરોપી તરીકે દર્શાવેલ હતા.

આ ગૃન્ડામાં મહેન્દ્સિંહ નટવરસિંહ જાડેજા તથા કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની આ ફરીયાદ ચેલેન્જ કરેલ હતી
અને જેમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળનો દુરઉપયોગ થયેલ છે તેવી રજુઆતો કરેલ હતી. આ
ફરીયાદ અનુસંધાને દાવાઓ થયેલ છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીઓ તકરારી થયેલ છે
તેવી રજુઆતો કરવામાં આવેલ હતી જે અંગે નામદાર હાઈકોર્ટમાં સદરહું કવોસીંગ પીટીશન
ચાલેલ હતી અને જેમાં ફરીયાદીએ તેમના વકીલ મારફત હાજર રહી સંમંતી આપેલ હતી.

ઉપરોકત સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સદરહું એન્ટી લેન્ડગ્રેબીગ હેઠળની
ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં વીરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, કિરીટ બી. નકુમ, હેમાંશ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ
વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ , જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(10:31 pm IST)