રાજકોટ
News of Wednesday, 8th May 2019

દેણુ થઇ જતા રામનાથપરાના શહેબાઝ હાલાઇએ પારેવડી ચોકમાં ઝેર પી લીધુ

રાજકોટ તા.૮: રામનાથપરામાં રહેતા મેમણ યુવાને દેણુ થઇ જતા પારેવડી ચોક પાસે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ રામનાથપરામાં રહેતા શહેબાઝ યુસુફભાઇ હાલાઇ (ઉ.વ.૩૦)એ પારેવડી ચોક પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બીડીવીઝન પોલીસ મથકના એએસઆઇ યુ.બી.પવારે તપાસ આદરી છે શહેબાઝ બેભાઇ ચાર બહેનમાં નાનો છે. તે ભાવનગર રોડ પર ભંગારનો ડેલો ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્રી છે ધંધામાં દેણુ થઇ જતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે.

(2:46 pm IST)