રાજકોટ
News of Tuesday, 8th May 2018

કારોબારીમાં ૧૦૧૭ લાખના કામો મંજુરઃ આંબેડકરજી-સરદાર પટેલની નવી પ્રતિમા મુકાશે

નવા નાણાકિય વર્ષની ડાયરીનું વિમોચનઃ ડી.ડી.ઓ. કાર્યક્‍મ અધિકારીનું સન્‍માન : ડી.ડી.ઓ.ના બંગલે બેડ, ગાદલા ખરીદવા રૂા. ૩૯ હજાર મંજુર

આજે જિલ્લા પંચાયતની કારોબારી પ્રસંગે કર્મચારી શરાફી મંડળીએ બનાવેલ ૨૦૧૮-૧૯ના વર્ષની ડાયરીનું વિમોચન અર્જુન ખાટરિયા, અનિલકુમાર રાણાવાસીયા, એચ.એલ જાડેજા વગેરેએ કરેલ તે પ્રસંગની તસ્‍વીર કારોબારીમાં નવા ડી.ડી.ઓ. રાણાવાસીયા તથા કાર્યક્રમ અધિકારી વત્‍સલાબેન દવેનું સ્‍વાગત કરાયું હતું.

રાજકોટ તા. ૮: જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજે જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં અર્જુનભાઇ ખાટરીયાના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ જિલ્લાના રોડના કામ રૂા. ૧૦૧૭.૬૮ તથા મુદત વધારાના કુલ રૂા. ૧૭૩૪.૮૮ લાખના ૯ કામોનો મુદત વધારાના મંજુર કરવામાં આવેલ છે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ડોકટર બાબા આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ ની નવી મુર્તિ મુકવાનું કામ રૂા. ૧૦.૫૫ લાખનું મંજુર કરવામાં આવે છે. જસદણ તાલુકા પંચાયતના બિલ્‍ડીંગના કામમાંથી પાયોનિયર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર રાજકોટની એજન્‍સીને કામમાંથી મુકત કરવામાં આવેલ. તથા ત્રણ એજન્‍સીઓને રાજકોટ જિલ્લામાં છ માસ માટે કામ ન આપવા નિર્ણય કરવામાં આવેલ તેમજ પંચાયત વિભાગ હસ્‍તક ના ૧૦કિ.મી. થી વધુ લંબાઇના ૨૦ રસ્‍તાઓ મુખ્‍ય જિલ્લા માર્ગો માર્ગ અને મકાન વિભાગ રાજય વિભાગને તબદીલ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. આ ડાયરીમાં વિશેષતા એ છે કે તમામ ગામના સરપંચો અને તલાટીમંત્રી ઓના ફોન નંબરનો નામ સાથેનો સમાવેશ કરવામાં આવેલ છે તેમજ અન્‍ય માહિતી નો સમાવેશ કરેલ છે તેમજ વહીવટી નિર્ણયો કરવામાં આવેલ. કર્મચારી સહકારી મંડળીના પ્રમુખ એચ.એસ. જાડેજાની ટીમે ડાયરી માટે જહેમત ઉઠાવી છે.

બેઠકમાં કારોબારી સમિતિના સભ્‍યશ્રીઓ વિપુલભાઇ ધડુક, મનોજભાઇ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઇ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચોહાણ અને રાણીબેન સોરાણી તેમજ સચિવશ્રી તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલકુમાર રાણાવાસીયા અને શાખા અધિકારી ઉપસ્‍થિત રહેલ હતા.

(3:08 pm IST)