રાજકોટ
News of Thursday, 8th April 2021

ભૂગર્ભ ગટર સફાઇ કર્મીઓ માટે ૫૫ લાખના સુરક્ષા સાધનો ખરીદાશે

હવે ભૂગર્ભ ગટરની સફાઇ દરમિયાન કોઇના જીવ નહીં જાય : બ્લોઅર, ગેસ મોનીટર, ફુલ બોડી શુટ, ગેસ માસ્ક, એરલાઇન બ્રીધીંગ એપ્રરટસ સહિતનાં સાધનો ખરીદાશે : ૧૪૬ કરોડની ૩૪ દરખાસ્તોને લીલીઝંડી આપતા પુષ્કર પટેલ

રાજકોટ તા. ૮ : આજે સવારે ૧૨ વાગ્યે મળેલ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલ મ્યુ.કોર્પોરેશનની સ્ટે.કમિટિ મિટિંગમાં ભુર્ગભ ગટર સફાઇ કરનાર લોકોની સુરક્ષા માટેનાં રૂ.૫૩.૮૬ લાખનાં  ખર્ચે સાધનો ખરીદવા સહિતનાં રૂ.૧૪૬ કરોડની વિવિધ ૩૪ દરખાસ્તો અંગે લીલી ઝંડી આપવામાં આવી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે  સ્ટેન્ડિગ કમિટીની મીટીંગની વિગતો આપતા જણાવ્યુ હતુ કે,  "SAFAIMITRA SURAKSHA CHALLENGE  એ કેન્દ્ર સરકારના Ministry of Housing and Urban  ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય લેવલની એક કોમ્પિટીશન છે અને રાજકોટ શહેર આ કોમ્પિટીશનમાં ભાગ લઇ રહ્યું છે, સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ-ર૦ર૧માં રાજકોટ શહેરને પ્રથમ સ્થાન મળે તે માટે આયોજનબદ્ધ તૈયારી કરવી જરૂરી છે. સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ-ર૦ર૧ ની રૂપરેખા, માકર્સ આપવાની પધ્ધતિ અંગે સ્વચ્છ ભારત મિશન દ્વારા (ટૂલકીટ) અને CPHHEO મેન્યુઅલને લક્ષમાં લઇ Assessment for Equipment and manpower for Water Borne Sanitation  માટે કેલ્કયુલેટર તૈયાર કરવામાં આવેલ છે જે મુજબ રાજકોટ શહેરને ભૂગર્ભભગટ સફાઇ કરનાર માટે સાધનોની જરૂરીાયત રહે છે ત્યારે  Satety Tripod Set -9,Nylon Rope ladder-9, Blower with Air Compressor-9, Gas Monitor (4 Gases)-9, Full body Wader suit-18, Gas Mask-18, Breathing Apparatus-18, Safe body Harness-18, Air Line Breathing Apparatus -9.

આ રક્ષણ કરનાર સાધનો રૂ. પ૩.૮૩ કરોડના ખર્ચે મહાનરગપાલિકા દ્વારા વસાવવામાં આવશે.

તેમજ વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ મેઇન રોડ પર હોકર્સ ઝોન બાજુમાં ૬૪૬ ચો.મી.ના પ્લોટ ફૂડ ઝોન (ખાણી-પીણી બજાર) માટેનો કોન્ટ્રાકટ શ્રી રામ ગૃહ ઉદ્યોગને વાર્ષિક ૨૧,૨૧,૧૧૧ના ભાડે આપવામાં આવશે.

જ્યારે સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. ૩માં મોરબી બાયપાસ રોડથી રૂડા આર.એમ.સી. બાઉન્ડ્રી સુધી એઇમ્સ હોસ્પિટલને જોડતો ૩૦.૦૦ મી. ડી.પી. રોડને બનાવવાના કામે રૂ. ૧૩,૬૯,૩૪,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે ૨૪૦૦.૦૦ ચો.મી. લંબાઇમાં રસ્તા પર ક્રસ્ટ ડીઝાઇન મુજબ જરૂરી ખોદાણ કરીને મોરમ ફીલીંગ કરીને ડામર કાર્પેટીંગ કામનો સમાવેશ થયેલ છે.

ઉપરોકત વિગતે (એલ-૧) બીડરશ્રી પવન કન્સ્ટ્રકશન કાું. દ્વારા ૩૫.૧૦% ઓછા ભાવ રજુ થયેલ છે. જે વ્યાજબી હોય, એડી. સિટી એન્જીનિયરશ્રીના અભિપ્રાય અનુસાર મંજુર કરવામાં આવેલ છે. અને આ કામનું એસ્ટીમેન્ટ રૂ. ૧૩,૬૯,૩૪,૦૦૦નું હોય બીડરના ૩૫.૧૦% ઓછા ભાવ આવતા એકંદરે રૂ. ૮,૮૮,૭૦,૧૬૬ની ખર્ચ મર્યાદામાં કામ થશે.

આ ઉપરાંત નવા ૪ બ્રીજ બને છે તેના થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનો ખર્ચ મટીરિયલ ખરીદીના ૦.૪૫ ટકા તથા પ્રોજેકટ ખર્ચના ૦.૭૦ ટકા લેખે ડેલ્ફ એન્જીનિયર્સ તથા જીંદાલ્સ કન્સલ્ટીંગ એજન્સીને ચૂકવવા અંગે તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિર સામે ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનના ફૂડ કોર્ટ વાર્ષિક રૂ.૧૧.૧૧ લાખમાં ભાડે સોંપવા, રૂ.૯.૪૫ લાખની કર્મચારીઓને તબીબી સહાય તેમજ રૂ.૮.૮૮ કરોડનાં ખર્ચે રોડ - રસ્તા, રૂ.૮૨.૨૫ લાખનાં ખર્ચે પેવિંગ બ્લોક તથા કંમ્પાઉન્ડ વોલ બનાવવા સહિત રૂ.૧૪૬ કરોડની કુલ ૩૪ દરખાસ્તોને સ્ટેન્ડિગ કમિટએ મંજુરીની મોહર લગાવવી હતી.

(4:18 pm IST)