રાજકોટ
News of Thursday, 8th April 2021

જૈન સમાજ દ્વારા રવિવારે અલગ અલગ સ્થળે તમામ લોકો માટે કોરોના વેકસીનેશન કેમ્પ

કરણપરા, ગાંધીગ્રામ અને યુનિ. રોડ ખાતે રવિવારે સવારે ૯ થી પ આયોજન

રાજકોટ તા. ૮ : કોરોના વેકસીનેશન ઝુંબેશ હાલ ચાલી રહી છે. ત્યારે જૈન વિઝન દ્વારા જૈન સમાજ અને કોઇપણ વ્યકિત માટે વેકસીનો બે દિવસીય કેમ્પ તાજેતરમાં યોજાય જતા ૧૩૮૪ લોકોને રસી અપાઇ હતી. દરમિયાન આગામી તા. ૧૧ ના રવિવારે સવારે ૯ થી ૬ સુધી અલગ અલગ વિસ્તારમાં વેકસીન કેમ્પ કરવા આયોજન કરાયુ છે. જેમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને વેકસીન અપાશે.

રવિવારે (૧) વિશા શ્રીમાળી જૈન સમાજની વાડી, ૧૧ કરણપરા, પ્રહલાદ રોડ ખાતે કેમ્પ થશે. જે માટે મો.૯૪૨૮૨ ૨૬૬૫૨ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. (ર) નેમિનાથ વિતરાગ સ્થા.જૈન ઉપાશ્રય, નેમિનાથ સોસાયટી, બંગલા નં. ૯૪ અને ૯૫ ગાંધીગ્રામ, નાણાવટી ચોક પાસે યોજાશે. જે માટે મો.૯૫૭૪૩ ૧૧૬૩૫ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ત્રીજો કેમ્પ (૩) જય પારસધામ દેરાસર, જલારામ-૧, શેરી નં. ૬, નિર્મલા ફાયર બ્રિગેડની પાછળ, યુનિ. રોડ ખાતે યોજાશે. જે માટે મો.૯૪૦૮૪ ૮૭૮૭૧ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આધારધાર્ડ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

વહેલા તે પહેલાના ધોરણે સવારે ૯ થી ૫ સુધીના દર ૧ કલાક મુજબ પાસ આપવામાં આવશે.

કેમ્પમાં મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા ઉપસ્થિત રહી વેકસીનના લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ટીમ જૈન વિઝન, રાજકોટ વિશા શ્રીમાળી જૈન સમાજ, જૈન યુવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપ સેન્ટ્રલ, નેમિનાથ વિતરાગ સ્થા. જૈન ઉપાશ્રય ગાંધીગ્રામ, જૈન દેરાસર જય પારસધામ તેમજ વિવિધ આગેવાનો પ્રદીપભાઇ પાટડીયા, મુકેશભાઇ સંઘવી, ભરત વખારીયા, ગીરીશ મહેતા, બ્રિજેશ મહેતા, તેજશ પારેખ, યોગેશ શાહ, અમિત કોરડીયા, સંજય લાઠીયા, મનીશ મહેતા, હિતેષ મણીયાર, પારસ વખારીયા, નીલ મહેતા, હિતેષ દેસાઇ, ભરતભાઇ દોશી, હિતેષભાઇ દોશી, નિતિન મહેતા, પ્રતિક શાહ, અતુલ શેઠ, મહેશભાઇ મણિયાર, વિપુલભાઇ શાહ, જય ખારા, જયેશભાઇ શાહ, મિતુલ વસા, સુનિલ શાહ, સુનિલ કોઠારી, આશિષ દોશી, એસ. એન. પટેલ, તેજસ શાહ, રાજન રામાણી, જયેશ મહેતા, નયન રામાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:26 pm IST)