રાજકોટ
News of Thursday, 8th April 2021

રપ એપ્રિલથી રાજકોટ-કોઇમ્બતુર સ્પેશ્યલ સાપ્તાહીક ટ્રેન દોડશેઃ ૧૩મીથી બુકીંગ શરૂ

રાજકોટથી સવારે પઃ૩૦ વાગે ઉપડશે, બીજા દિવસે ૯-૩૦ વાગે કોઇમ્બતુર પહોંચશે

રાજકોટ તા. ૮: યાત્રિકોની સુવિધા માટે રેલ્વે તંત્ર દ્વારા રપ એપ્રિલથી રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યાનુસાર ટ્રેન નં. ૦૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર સાપ્તાહિક સ્પેશ્યલ દર રવિવારે રાજકોટથી સવારે પ-૩૦ વાગે કોઇમ્બતુર જશે અને બીજા દિવસે ૯-૩૦ વાગે કોઇમ્બતુર પહોંચશે. ટ્રેન નં. ૦૬૬૧૪ કોઇમ્બતુર-રાજકોટ સાપ્તાહિક સ્પેશ્યલ દર શુક્રવારે ૧રઃ૧પ કલાકે કોઇમ્બતુરથી રવાના થશે અને બીજા દિવસે પઃપ૦ કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વસઇ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ, પુણે, દૌંડ, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંટકલ, ત્રુટી, અનંતપુર, ધર્મયારમ, હિંદુપુર, કૃષ્ણરાજપુરમ, બંગારપેટ, તિરૂપ્યુરતુર, સલેમ, ઇરોડ અને તિરૂપ્પુર સ્ટેશને ઉભી રહેશે.

ટ્રેન નં. ૦૬૬૧૩ નાં ટિકિટોનું બુકીંગ ૧૩ એપ્રિલથી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરટીસીની વેબસાઇટ ઉપરથી મળી શકશે.

(3:23 pm IST)