રાજકોટ
News of Thursday, 8th April 2021

મવડી નવલનગરનો નૈમીષ ઉર્ફે નીલો ર૬ બીયરના ટીન સાથે પકડાયો

રાજકોટ તા. ૮ : મવડી મેઇન રોડ પર નવલનગર શેરી નં.ર માંથી બીયરના ર૬ ટીન સાથે એક શખ્સને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ મવડી નવલનગરમાં એક શખ્સ દારૂ સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ અને ભાવશેભાઇ ગઢવીને બાતમી મળતા પી.આઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ, હિતેષભાઇ સહિતે નવલનગર શેરી નં. રમાં દરોડો પાડી  રૂ.પર૦૦ ની કિંમતના બીયરના ટીન સાથે નૈમીષ ઉર્ફે નીલો બાબુભાઇ મકવાણા (ઉ.૩૭) (રેહ. નવલનગર શેરી નં.ર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:23 pm IST)