રાજકોટ
News of Thursday, 8th April 2021

જીગરીયો દિપક એકાએક ઓલવાઈ ગયો

વિરાણી હાઇસ્કૂલનો મારો સહપાઠીની જીગરીયો ડોડીયા દિપક એકાએક ઓલવાઈ ગયો તેનો અંધકાર મારા જેવા સેંકડો મિત્રો ને મુંઝવશે

લાગણીશીલતા, પરોપકારીતા , માનવીયતા, જીંદાદીલી જેવા ઉર્જા પ્રદાન કરતા ગુણો જેમનામાં ઈશ્વરે ખુલ્લા મને છલોછલ ભરી દીધા હતા તેવા અજાતશત્રુ દિપક માત્ર કુળદીપક પુરતો સિમિત ન હતો તેના અજવાળા અત્ર તત્ર સર્વત્ર ફેલાઈ રહ્યા હતા

લોકડાઉનમા રૂબરૂ મળવુ અનિચ્છનીય હતુ તેવા સંજોગોમાં નિયમિત ટેલીફોનીક સંપર્કમા રહેતા દીપકનો કાયમી સંપર્ક તુટી જશે કયા કોઈને ખબર હતી

પુજય આચાર્ય રજનીશના અમૃત વચનના ઓડીયા સાથે લખાણ દીપક શોશ્યલ મીડિયા દ્વારા મારા જેવા સેંકડો મિત્રો ને નિયમિત શેર કરતો તે જ તેમનામાં ઉચ્ચ બૌદ્ધિકતા સાથેની હકારાત્મક ઉર્જા હોવાનું પ્રતિપાદિત કરે છે

કોનું ગ્રહણ લાગ્યું છે તે ખબર નથી પરંતુ મારા સહીત કાનાભાઇ આહિરના સ્વર્ગસ્થ પુત્ર જગદીશ કાનગઢ, સ્વર્ગસ્થ દીપક ડોડીયા, કશ્યપ શુકલ, બબલુભા જાડેજા, કલ્પક મણીયાર, સહીતના મારા સેંકડો સ્કુલ મિત્રોની ટંડક ટોળકીને ઈશ્વર વિખુટી કરી રહી છે તે, શેષ જીવન માટે પીડાદાયક રહેશે

દિપકના પવિત્ર આત્માને મારો કૈલાશવાસી મહાદેવ તેમના સાંનિધ્યમાં સમાવી ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરૃં છું.

જીવન સંધ્યાની વેદના

દરેક વર્ષે મિત્રો ઓછા થતા જવા તે જીવન સંધ્યાની મોટામા મોટી વેદના.

ડો.પુરષોત્તમ પીપરીયા

આરસીસી બેન્કના સીઈઓ, મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(11:40 am IST)