રાજકોટ
News of Thursday, 8th April 2021

રાજકોટ જિલ્‍લા કલેકટર દ્વારા કોરાના વાઇરસને લઇ કલમ-૧૪૪, કલમ ૩૪ (૪), ૪૩ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અેકટ-ર૦૦પ ની કલમ -૩૪ અન્‍વયે જાહેરનામું પ્રસિધ્‍ધ

રાજકોટ : જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહન દ્વારા કોરોના વાયરસની અસરોને ધ્‍યાનમાં લઇને કલમ નં. ૧૪૪, કલમ ૩૭ (૪) તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અેકટ-ર૦૦૪ ની કલમ -૩૪ અન્‍વયે જાહેરનામું પ્રસિધ્‍ધ કરેલ છે. આ જાહેરનામામાં મુજબ તા. ૧૦-૪-ર૦ર૧ થી લગ્‍ન-સત્‍કાર સમારંભમાં ૧૦૦ થી વધુ વ્‍યકિતઓ અેકઠા કરી શકાશે નહીં. રાજકીય સામાજિક મેળાવડા યોજી શકાશે નહીં.

જાહેરનામું

સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરોને ધ્‍યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલય તા. ર૩-૩-ર૦ર૧ ના હુકમ ક્રમાક ૪૦-૩ ર૦ર૦-ડીઅેમ ૧(અે) થી લોકડાઉનની અવધી તા. ૩૦-૪-ર૦ર૧ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ

તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી કરવા સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ, જે અન્વયે ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૦/૦૩/ર૦ર૧ના જાહેરનામા કમાંકઃવિ-૧/કઅવ/૧૦ર૦ર૦/૪૮ર(પા.ફા.) થી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના સંકમણને રોકવા તથા આગળ વધતુ અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ. જે ઘ્યાને લઈ અત્રેનાં જિલ્લામાં નં.જે/એમએજી/કોરોના/જા.નામુ/ફા. નં.૦ર/ર૦૨૦(૪૯) તા.૩૧/૦૩/૨૦૨૧ ના જાહેરનામાથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં થઈ આવેલ માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં

આવેલ.

હાલે રાજયમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસર વધારે વર્તાઈ રહેલ હોય જેની ગંભીરતાને ઘ્યાને લેતા નામ.હાઈકોર્ટ દ્વારા તા.૦૬-૦૪-ર૦ર૧ ના રોજ ખાસ સુનવણી હાથ ધરવામાં આવેલ અને કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંકમણને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવા નામ.હાઈકોર્ટ દ્વારા સુચન આપવામાં આવેલ. જે અનુસંધાને ગુજરાત સરકારશ્રીનાં ગૃહ વિભાગ, ગાંધીનગરનાં તા.૦૬-૦૪-ર૦ર૧ નાં જાહેરનામા કમાંક : વિ-૧/કઅવ/૧૦ર૦ર૦/૪૮૨ થી કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં થઈ આવેલ માર્ગદર્શક સુચનાઓ અનુસાર અમુક પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આથી અત્રેના તા.૩૧/૦૩/ર૦૨૧ ના જાહેરનામા કમાંક નં.જે/એમએજી/કોરોના/જા.નામુ/ફા.નં.૦ર/ર૦ર૦(૪૯) માં આંશિક સુધારો કરી નીચે મુજબના પ્રતિબંધો મુકવા ઉચીત જણાય છે.

હુકમ :-

જેથી હું, રેમ્યા મોહન (IAS), જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટ, ફોજદારી કાર્યરીતિ  સહિતા,૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૭ (૪), ૪૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ર૦૦૫ ની કલમ-૩૪ ની રૂએ ફરમાવુ છું કે,

(૧) તા.૧૦/૦૪/ર૦ર૧ થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યકિતઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કૌવીડ સંબંધીત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.

(ર) તા.૦૭/૦૪/ર૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજિક અને અન્ય મેળાવડા યોજી શકાશે નહીં.

(૩) કોઈપણ Gathering માં ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આ Gathering  દરમિયાન કોવિડ સંબંધીત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.

(૪) ખેત ઉત્પાદન બજાર સમિતીઓએ (એ.પી.એમ.સી.) પણ કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(૫) તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ-રવી માં બંધ રહેશે. સરકારી ક્ચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. (કામગીરીની અગત્યતા જે ગતે ક્ચેરીના વડા નકકી કરશે.)

વિસ્‍તાર :-

 આ જાહેર નામું રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં લાગુ પડશે.

અમલવારીનો સમય :-

આ હુકમની અમલવારી તા.૦૭-૦૪-ર૦ર૧ થી તા.૩૦-૪-૨૦૨૧ નાં ૨૪ કલાક સુઘી કરવાની રહેશે.

આ હુકમ નીચેની વ્‍યકિતઓને લાગુ પડશે નહીં

(૧) સરકારશ્રી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઇપણ કાર્યક્રમો

(૨) સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી/અર્ધ સરકારી અેજન્‍સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં. ,

(૩) ભારત સરકારશ્રી, રાજય સરકારશ્રી દ્વાર કે અત્રેથી મુકિત આપેલ હોય કે હવે પછી મુકિત આપવામાં આવે તેમને.

શિક્ષા  ;-

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ--૧૮૮, ગુજરાત પોલીસ પિગવાઈઓ મુજબ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫, ૧૩૯ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૭, ૧૮ તથા ૧૯ થી મળેલ સત્તાની રૂએ અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની બજવણી કરવી વ્યકિતગત રીતે શકય ન હોય એકતરફી હુકમ કરવામાં આવે છે તથા આ હુકમની જાહેરાત વર્તમાન પત્રોમાં, અખબારી યાદી રૂપે આપી તથા રેડીયો ટેલીવીઝન, કેબલ ટીવી નેટવર્ક તથા લોકો એકત્રીત થતા હોય તેવી કચેરીઓમાં નોટીસ બોર્ડ ઉપર ચોટાડીને તથા રાજય સરકારના ગેઝેટમાં પ્રસિઘ્ધ કરીને કરવાની રહેશે. આજ તારીખઃ ૦૭ માહે : એપ્રીલ-૨૦૨૧ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો લગાડી હુકમ

(9:44 pm IST)