જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની આરોગ્ય તપાસણી
રાજકોટઃ જિલ્લા પંચાયતની આરોગ્ય સહિતની વિવિધ શાખાઓમા ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માટે આજે પંચાયત કચેરીમાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવેલ. બપોર સુધીમાં ૧૨૫ જેટલા કર્મચારીઓના શરીરના તાપમાન અને બ્લડ પ્રેશર માપવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ વગેરેએ ઉપસ્થિત રહી કર્મચારીઓને પ્રોત્સાહન આપેલ. કેમ્પમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની સ્ટેટ કમિટીના સભ્ય ડો. અમિત હપાણી, એસો.ના રાજકોટના વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રમુખ ડો. જય ધીરવાણી, મહામંત્રી ડો. રૂકેશ ઘોડાસરા, ગીરીરાજ હોસ્પીટલના ડો. દર્શન પંડીત, ગોકુલ હોસ્પીટલના ડો. હાર્દિક વેકરીયા વગેરેએ સેવા આપેલ. પંચાયતની આરોગ્ય શાખાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)